Home> India
Advertisement
Prev
Next

2019 લોકસભા ચૂંટણી પર સરકારની નજર, આઝાદ ભારતમાં પહેલીવાર થશે 'આ' મહત્વનું કામ 

આ અગાઉ 1931માં વસ્તીગણતરીમાં છેલ્લે ભેગા કરાયેલા આંકડાના આધાર પર તૈયાર કરવામાં આવેલા મંડલપંચી ભલામણો પર તત્કાલિન વી પી સિંહ સરકારે ઓબીસી માટે 27 ટકા અનામતની જાહેરાત કરી હતી. 

2019 લોકસભા ચૂંટણી પર સરકારની નજર, આઝાદ ભારતમાં પહેલીવાર થશે 'આ' મહત્વનું કામ 

નવી દિલ્હી: 2019માં થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2021માં કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના આંકડા ભેગા કરવાનો નિર્ણય લીધો છે. આઝાદ ભારતમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે દેશમાં ઓબીસી વર્ગના આંકડા મેળવવામાં આવશે. આ અગાઉ 1931માં વસ્તીગણતરીમાં છેલ્લે ભેગા કરાયેલા આંકડાના આધાર પર તૈયાર કરવામાં આવેલા મંડલપંચી ભલામણો પર તત્કાલિન વી પી સિંહ સરકારે ઓબીસી માટે 27 ટકા અનામતની જાહેરાત કરી હતી. 

ગૃહમંત્રી રાજનાથ સિંહે કરી જાહેરાત
ગૃહમંત્રી રાજનાથ સિંહે 2021ની વસ્તીગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી અને ત્યારબાદ ઓબીસીના આંકડા ભેગા કરવાના નિર્ણયનો ખુલાસો કરવામાં આવ્યો. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે 'પહેલીવાર ઓબીસી સંબંધિત આંકડાને ભેગા કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.' સ્ટેટસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનની એક શાખા રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય (એનએસએસઓ)એ 2006માં દેશની વસ્તી પર નમૂના સર્વેક્ષણ રિપોર્ટની જાહેરાત કરી અને કહ્યું કે દેશમાં ઓબીસી વસ્તી કુલ વસ્તીના લગભગ 41 ટકા છે.

ઓબીસી સંગઠન લાંબા સમયથી કરી રહ્યાં છે માગણી
એનએસએસઓએ ગ્રામીણ વિસ્તારોમાં 79,306 પરિવારો અને શહેરી વિસ્તારોમાં 45,374 પરિવારોની ગણતરી કરી. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) 2019ની લોકસભાની ચૂંટણીમાં 2021 વસ્તીગણતરીમાં ઓબીસી આંકડા ભેગા કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરી શકે છે. કારણ કે અનેક ઓબીસી સંગઠનો લાંબા સમયથી આ માટે માગણી કરી રહ્યાં છે. 

2011માં થઈ હતી અનેક ભૂલો
UPAએ 2011માં સામાજિક આર્થિક અને જાતિ વસ્તીગણતરી કરાવી હતી અને હાલની એનડીએ સરકારે 3 જુલાઈ 2015માં તેના પરિણામોની જાહેરાત કરી હતી. ત્યારબાદ 28 જુલાઈ 2015ના રોજ સરકારે કહ્યું હતું કે જાતિ વસ્તીગણતરીના સંબંધમાં કુલ 8.19 કરોડ ભૂલો મળી આવી છે જેમાંથી 6.73 કરોડ ભૂલો સુધારી દેવામાં આવી છે. જો કે 1.45 કરોડ ભૂલોને હજુ પણ સુધારાઈ નથી. 

3 વર્ષમાં પૂરી થશે વસ્તીગણતરી 2021
ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વસ્તીગણતરી 2021 3 વર્ષમાં પૂરી થઈ જશે. શુક્રવારે 31 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીએ તેના રોડમેપ પર ચર્ચા કરી. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ડિઝાઈન અને ટેક્નોલોજીકલ ચીજોમાં સુધારા પર ભાર મૂકવામાં આવે જેથી કરીને વસ્તીગણતરી કર્યાના 3 વર્ષની અઁદર આંકડાઓને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવે. 

હાલ સમગ્ર આંકડાને જારી કરવામાં સાતથી આઠ વર્ષનો સમય લાગી જાય છે. આટલી મોટી કવાયત માટે 25 લાખથી વધુ કર્મીઓને તાલીમ આપવામાં આવે છે.ય સિંહે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ખાસ કરીને આંતરીયાળ વિસ્તારોમાં જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશનમાં સુધાર કરવા તથા આંકડાઓનું આકલન કરવા માટે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમને મજબુત કરવા જેમ કે શિશુ મૃત્યુ દર, માતૃ મૃત્યુ દર, અને પ્રજનન દર ઉપર પણ ભાર મૂક્યો. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More