Home> India
Advertisement
Prev
Next

Pulse Oximeter-BP Machine ના ભાવમાં થશે ભારે ઘટાડો, આ પ્રકારે નક્કી થશે કિંમત

ભારત સરકારની નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંહ ઓથોરિટી (NPPA) એ પલ્સ ઓક્સીમીટર (Pulse Oximeter), બ્લડ પ્રેશર મશીન (Blood Pressure Machine), ઇંફ્રારેડ થર્મોમીટર  (Infrared Thermometer), ગ્લૂકોમીટર (Glucometer) અને નેબુલાઇઝર (Nebulizer) ના ભાવ પર કેપ લગાવી છે. 

Pulse Oximeter-BP Machine ના ભાવમાં થશે ભારે ઘટાડો, આ પ્રકારે નક્કી થશે કિંમત

નવી દિલ્હી: ભારત સરકારની નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંહ ઓથોરિટી (NPPA) એ પલ્સ ઓક્સીમીટર (Pulse Oximeter), બ્લડ પ્રેશર મશીન (Blood Pressure Machine), ઇંફ્રારેડ થર્મોમીટર  (Infrared Thermometer), ગ્લૂકોમીટર (Glucometer) અને નેબુલાઇઝર (Nebulizer) ના ભાવ પર કેપ લગાવી છે. 

20 જુલાઇ સુધી MRP ફેરફાર કરવાનો આદેશ
નવા નિર્દેશો બાદ આ પાંચો મેડિકલ ડિવાઇસોને ડિસ્ટ્રીબ્યૂટરની કિંમત કરતાં 70% થી વધુ ફાયદ પર વેચી શકાશે નહી. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના અનુસાર અત્યાર સુધી આ પાંચ મેડિકલ ડિવાઇસોને 709% ટકા સાથે વેચવામાં આવતું હતું. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આ પાંચેય મેડિકાલ ડિવાઇસોને વેચનારને 20 જુલાઇ સુધી નવા નિયમ અનુસાર એમઆરપી (MRP) ફેરફાર કરવાના આદેશ આપી દીધો છે. 

Fuel Price Hike Impact: જનતાને પડશે મોંઘવારીનો વધુ માર! ટ્રાંસપોર્ટર્સ વધારશે 20 ટકા ભાડું, મોંઘા થશે શાકભાજી અને ફળ

આ છે નવો ફાર્મૂલા
MRP= Price to Distributer + 70% of Price to Distributer + GST
ઉદારણ તરીકે જો એક ઓક્સીમીટર ડિસ્ટ્રીબ્યૂટરને 500 રૂપિયામાં પડે છે તો નવા નિયમ અનુસાર તેની મેક્સિમમ કિંમત (MRP) 875 રૂપિયા હશે. 
[MRP- 500+ (70×500)/100 + (5×500)/100]= 875 રૂપિયા

MRP નહી સુધારી તો થશે કાર્યવાહી
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા આ પાંચેય મેડિકલ ડિવાઇસોની કિંમત પર લગાવવામાં આવેલી કેપ 31 જાન્યુઅરી 2022 સુધી લાગૂ રહેશે. 20 જુલાઇ સુધી  MRP ફેરફાર ના કરનાર વિક્રેતાઓ પર ઓવર ચાર્જ અમાઉન્ટની 100% પેનલ્ટી 15% વ્યાજ સાથે ચૂકવવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More