Home> India
Advertisement
Prev
Next

હવે સુમંત કુમાર ગોયલ RAW ચીફ, અરવિંદ કુમારને મળી IB ની જવાબદારી

દેશની બે મહત્વની ગુપ્તચર એજન્સીઓનાં નવા પ્રમુખોની નિમણુંક કરાઇ, 1 જુલાઇથી બંન્ને પોત પોતાનો પદભાર સંભાળશે

હવે સુમંત કુમાર ગોયલ RAW ચીફ, અરવિંદ કુમારને મળી IB ની જવાબદારી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે સુમંત કુમાર ગોયલને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના નવા વડા બનાવ્યા છે. બીજી તરફ અરવિંદ કુમારને ઇન્ટેલિજન્સ વિંગ (IB)ના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. મંત્રાલયના અનુસાર સુમંત કુમાર ગોયલ પંજાબ કેડરનાં 1984 કેડરનાં આઇપીએસ અધિકારી છે. હાલના સમયમાં તેઓ કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ છે. 

આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર GDPના ઓછામાં ઓછા 8 ટકાનો ખર્ચ કરે: નીતિ પંચ
એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટને સુમંત કુમાર ગોયલને પદ ગ્રહણ કર્યાનાં બે વર્ષ માટે રૉ ચીફના પદ પર નિયુક્ત કર્યા છે. સુમંત કુમાર ગોયલ હાલનાં રૉ ચીફ એ.કે ધસ્માનાનું સ્થાન લેશે. એકે ધસ્માના 29 જુને સેવાનિવૃત થઇ રહ્યા છે. તેમની ખાલી પડી રહેલી જગ્યા નવા વડા તરીકે સુમંત કુમારને સોંપવામાં આવશે.  સુમંત કુમાર આગામી બે વર્ષ સુધી રો ચીફની જવાબદારી નિભાવશે. 

ઉતરાખંડમાં 2થી વધારે બાળક, 10થી ઓછુ ભણેલ વ્યક્તિ નહી લડી શકે પંચાયત ચૂંટણી

ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારામારી

મંત્રાલયનાં અનુસાર અરવિંદ કુમાર 1984 બેચના આઇપીએસ અધિકારી છે. હાલના સમયમાં તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જ વિશેષ નિર્દેશકનાં પદ પર ફરજંદ હતા. એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે સુમંત કુમાર ગોયલને પદ ગ્રહણ કર્યાનાં બે વર્ષ માટે આઇબી ડાયરેક્ટરનાં પદ પર નિયુક્ત કર્યા છે. ઉલ્લેખીય છે કે, અરવિંદ કુમાર, હાલનાં આઇબી ડાયરેક્ટર રાજીવ જૈનનું સ્થાન લેશે. રાજીવ જૈન 30 જુને સેવાનિવૃત થઇ રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More