Home> India
Advertisement
Prev
Next

હવે આ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર મળશે કન્ડોમ અને સેનિટરી પેડ

લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકારે આ બાબતને મંજુરી આપી છે. સસ્તા અનાજની દુકાન પર જે નવી ચીજવસ્તુઓ વેચમાં આવશે તેમાં સેનિટરી પેડ, કન્ડોમ, સાબુ, ઓઆરએસના પાઉચ, શેમ્પુ, સાબુ, પેન, નોટબૂક વગેરેનો સમાવેશ થાય છે.

હવે આ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર મળશે કન્ડોમ અને સેનિટરી પેડ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સસ્તા અનાજની દુકાનો પર હવે કાર્ડધારકોની સગવડતા અને જાગૃતિ માટે ઘઉં, ચોખાની સાથે કન્ડોમ અને સેનિટરી પેડ પણ વેચવામાં આવશે. રાજ્યના અનાજ પૂરવઠા વિભાગે આ ઠરાવને મંજુરી આપી છે. ખાદ્ય કમિશનર મનીષ ચૌહાણે જણાવ્યું કે, "રાજ્યમાં લગભગ સસ્તા અનાજની લગભગ 80 હજાર દુકાનો છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકારે આ બાબતને મંજુરી આપી છે. સસ્તા અનાજની દુકાન પર જે નવી ચીજવસ્તુઓ વેચમાં આવશે તેમાં સેનિટરી પેડ, કન્ડોમ, સાબુ, ઓઆરએસના પાઉચ, શેમ્પુ, સાબુ, પેન, નોટબૂક વગેરેનો સમાવેશ થાય છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો હવે રોજિંદી ઉપયોગ માટેના અનાજ-તેલ ઉપરાંત આ વસ્તુઓ પણ ખરીદી શકશે. રાજ્યમાં સસ્તા અનાજના વેપારીઓના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો હોવાના કારણે લાંબા સમયથી આ માગ ચાલતી હતી. તેને જોતાં જ આ મંજુરી આપવામાં આવી છે."

કાર્તિક પૂર્ણિમા 2019: દેશભરના ઘાટો પર પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ

જાહેર વિતરણ વ્યવસ્થામાં એપીએલ વગેરે યોજનાઓ બંધ થયા પછી અંત્યોદય અને ખાદ્ય સુરક્ષાનું કામ બચ્યું છે. જેના કારણે દુકાનદારોનો નફો ઘટી ગયો હતો. દુકાનદારોના નફામાં વધારો કરવા માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. દુકાનદારોએ જણાવ્યું કે, ઘઉં, ચોખાના કમિશનમાં તેમનો ખર્ચો નિકળી નથી રહ્યો અને ઘર ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More