Home> India
Advertisement
Prev
Next

આગામી 2 વર્ષમાં ભારતમાં ચાલુ થઇ જશે 5G ટેક્નોલોજી, 4G કરતા 25 ગણી સ્પીડ

હુઆવેઇ પર પ્રતિબંધ લાગી જવાના કારણે 5જી ટેક્નોલોજી અટકી પડે તેવું નથી, આ માત્ર અફવાઓ જ છે

આગામી 2 વર્ષમાં ભારતમાં ચાલુ થઇ જશે 5G ટેક્નોલોજી, 4G કરતા 25 ગણી સ્પીડ

બાર્સિલોના : દૂરસંચાર ક્ષેત્ર માટે ગિયર બનાવનારી ફિનલેન્ડની કંપની NOKIAએ કહ્યું કે, યૂરોપ તથા અન્ય હિસ્સાઓમાં કેટલીક કંપનીઓ પર પ્રતિબંધની ચાલી રહેલા ચર્ચાથી 5Gની શરૂઆત કરી તેની યોજના અંગે કોઇ જ અસર નહી પડે. નોકિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રાજીવ સુરીએ કહ્યું કે, અમેરિકા, દક્ષિણ કોરિયા અને ચીન જેવા વિકસિત બજારો તથા ભારત અને લેટિન અમેરિકા સહિત ઉભરતા બજારોમાં 2021 સુધીમાં 5G ટેક્નોલોજીની શરૂઆત થઇ જશે. તેમણે કહ્યું કે, આ સાથે જ કંપનીઓ માટે સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા થઇ જશે, કારણ કે આ નેટવર્ક દ્વારા વેપારની લાખોની ગુપ્ત માહિતીઓનાં આદાન પ્રદાન થવા લાગશે. 

35Aમાં કોઇ પણ પરિવર્તન થશે તો લોકો ત્રિરંગો છોડીને બીજો ઝંડો અપનાવશે: મહેબુબા

તેમણે કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાથી 5જીની શરૂઆતમાં મોડુ તથા પડતરમાં વધારા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, સ્પષ્ટ કહીએ કે તથ્યનાં આ દાવાઓનાં પક્ષમાં નથી. આખરે 5જી એક ઇકોસિસ્ટમ છે, કોઇનો કોપિરાઇટ નથી, એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે ચીનની કંપની હુઓવેઇ પર અનેક દેશો દ્વારા પ્રતિબંધ લાગવવામાં આવતા 5જીની શરૂઆતમાં સમય લાગી શકે છે અને તેના કારણે પડતરમાં ખર્ચ વધી રહ્યો છે. અનેક દેશોએ ચીનની કંપની હુેવાઇ સાથે સામાન ખરીદી પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવા સમાચાર છે કે હુઆવેઇ પાસે કોઇ અન્ય કંપનીની તુલનામાં 5જી સંબંધિત વધારે પેટેંટ છે. 

વડાપ્રધાન મોદીનું કાળા કપડા પહેરીને ગંગા પાછળ હતુ ખાસ કારણ! વાંચો

સુરીએ રવિવારે કહ્યું કે, કોઇ એક કંપની તે નિશ્ચિત કરી શકે છે કે 5જીનો વિકાસ ક્યારે અને કઇ રીતે થશે. તેની શરૂઆત કોઇ એક કંપની પર નિર્ભર નથી. તે મને ખુબ જ અતાર્કીક લાગે છે કે નોકિયા અમેરિકાની જરૂરિયાતોને પુર્ણ કરી શકે છે, પરંતુ યૂરોપિયન દેશોની જરૂરિયાતો પર ખરા નહી ઉતરી શકે છે. નોકિયાએ કહ્યું કે, 5જીથી એક ગીટાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડ મળશે જે 4જીની તુલનામાં 25 ગણું ઝડપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More