Home> India
Advertisement
Prev
Next

Watch Video: છોકરીઓને જાહેરમાં 'અંગ લગા દે..' ગીત પર અશ્લીલ ચેનચાળા ભારે પડ્યા, પોલીસે કરી મોટી કાર્યવાહી

Watch Viral Video: વીડિયોમાં બે છોકરીઓ સ્કૂટી પર પાછળ બેસીને અશ્લીલ  હરકતો કરી એકબીજાને કલર લગાવી રહી હતી અને તેનો વીડિયો જેવો ઈન્ટરનેટ પર વાયરલ થયો કે નોઈડા પોલીસે તરત એક્શન લીધુ

Watch Video: છોકરીઓને જાહેરમાં 'અંગ લગા દે..' ગીત પર અશ્લીલ ચેનચાળા ભારે પડ્યા, પોલીસે કરી મોટી કાર્યવાહી

Stunts On Scooty: સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કેવા કેવા ગતકડા અજમાવે છે તેનો તાજો દાખલો હાલમાં જ છોકરીઓના વાયરલ થયેલા વીડિયોએ દેખાડી દીધો. વીડિયોમાં બે છોકરીઓ સ્કૂટી પર પાછળ બેસીને અશ્લીલ  હરકતો કરી એકબીજાને કલર લગાવી રહી હતી અને તેનો વીડિયો જેવો ઈન્ટરનેટ પર વાયરલ થયો કે નોઈડા પોલીસે તરત એક્શન લીધુ અને 33 હજાર રૂપિયાનો દંડ ઠોક્યો. રસ્તા પર અશ્લીલ વીડિયો બનાવવાના મામલે હવે વધુ એક કાર્યવાહી કરતા નોઈડા પોલીસે છોકરીઓની ધરપકડ પણ કરી લીધી છે. વાયરલ વીડિયોમાં જોવા મળેલી બંને છોકરીઓ અને યુવકને પોલીસે પકડ્યા છે અને તેમના પર કલમ 151 હેઠળ કાર્યવાહી થઈ છે. 

આ મુદ્દે થઈ ધરપકડ
રસ્તા પર અશ્લીલ વીડિયો બનાવવાના મામલે પોલીસે પૂછપરછ કરી. ત્યારબાદ નોઈડાના સેક્ટર 113 પોલીસ સ્ટેશન પોલીસે તેમની ધરપકડ કરી. પોલીસે પ્રીતિ, વીનિતા અને પીયુષની ધરપકડ કરી. જેમનો વીડિયો સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે સેક્ટર 78માં સ્કૂટી પર સવાર થઈને ત્રણેય હોળીના નામે અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોને જોયા બાદ નોઈડા પોલીસે હાલમાં જ તેમના નામનું 33 હજારનું ચલણ કાપ્યું હતું અને ગુનો દાખલ કર્યો હતો. પૂછફરછ બાદ પોલીસે ત્રણેયને મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યા. 

વાયરલ થઈ ઘટના
હોળી દરમિયાન રસ્તાઓ પર અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ હતી. લોકોએ આ ઘટનાની ટીકા કરતા પોલીસને કાર્યવાહીની પણ માંગણી કરી હતી. વીડિયોમાં એક છોકરી કાળા કપડામાં જોવા મળી હતી અને તેની સાથે બીજી એક છોકરી હતી. બંને સ્કૂટી પર પાછળની સીટ પર આમને સામને બેઠા હતા. જેમાં એક છોકરો સ્કૂટી ચલાવી રહ્યો હતો. બંને છોકરીઓ એકબીજાને હોળીનો રંગ લગાવી રહી હતી. ગોલીઓ કી રાસલીલા રામલીલા ફિલ્મના ગીત 'અંગ લગા દે' પર રોમેન્ટિક અંદાજમાં ઈશારા કરતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More