Home> India
Advertisement
Prev
Next

DRDO વૈજ્ઞાનિક બોડી મસાજના ચક્કરમાં હની ટ્રેપનો ભોગ બન્યા, પોલીસે કરાવ્યો છૂટકારો

નોઈડા (Noida) ના સેક્ટર 77માં રહેતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકને બદમાશોએ હની ટ્રેપમાં ફસાવીને તેમનું અપહરણ કરી લીધુ અને પત્ની પાસે 10 લાખની ખંડણી માંગી. નોઈડા પોલીસને રવિવારે સવારે આ અંગે જાણકારી મળી અને તે તપાસમાં લાગી. 12 કલાકથી પણ ઓછા સમયમાં વૈજ્ઞાનિકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી લેવાયા. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરીને પોલીસ આ ઘટનામાં સામેલ અન્ય લોકોની તપાસ કરી રહી છે. 

DRDO વૈજ્ઞાનિક બોડી મસાજના ચક્કરમાં હની ટ્રેપનો ભોગ બન્યા, પોલીસે કરાવ્યો છૂટકારો

શોએબ રઝા/નોઈડા: નોઈડા (Noida) ના સેક્ટર 77માં રહેતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકને બદમાશોએ હની ટ્રેપમાં ફસાવીને તેમનું અપહરણ કરી લીધુ અને પત્ની પાસે 10 લાખની ખંડણી માંગી. નોઈડા પોલીસને રવિવારે સવારે આ અંગે જાણકારી મળી અને તે તપાસમાં લાગી. 12 કલાકથી પણ ઓછા સમયમાં વૈજ્ઞાનિકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી લેવાયા. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરીને પોલીસ આ ઘટનામાં સામેલ અન્ય લોકોની તપાસ કરી રહી છે. 

પત્નીને ઢોર માર મારનારા પોલીસ અધિકારીનું DG પદ છીનવી લેવાયું, બીજી મહિલા સાથે સંબંધનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ નોઈડાના સેક્ટર 77માં રહેતા ડીઆરડીઓના જૂનિયર વૈજ્ઞાનિકે થોડા દિવસ પહેલા બોડી મસાજ વિશે ઈન્ટરનેટ સર્ચ કર્યુ હતું. વૈજ્ઞાનિકને ઈન્ટરનેટ સર્ચ દરમિયાન એક વેબસાઈટ પર બોડી મસાજ સેન્ટરને નંબર મળ્યો હતો. આ નંબર પર વૈજ્ઞાનિકે સંપર્ક કર્યો તો એક મહિલા સાથે તેમની વાતચીત થઈ. 

Unlock 5.0: કોરોના પર કાબૂના કોઈ જ સંકેત નથી, પણ છતાં હવે આ છૂટછાટ આપી શકે છે સરકાર 

મહિલાએ મસાજના નામ પર વૈજ્ઞાનિકને હની ટ્રેપનો ભોગ બનાવ્યા. ગત શનિવારે સાંજે મહિલાએ એક યુવકને કાર લઈને વૈજ્ઞાનિકની સોસાયટી પાસે મોકલ્યો. કારચાલક ડીઆરડીઓ જૂનિયર સાયન્ટિસ્ટને એક હોટલમાં લઈ ગયો જ્યાં મહિલા સહિત 3 લોકો પહેલેથી હાજર હતા. આ લોકોએ વૈજ્ઞાનિકને બંધક બનાવી લીધા અને તેમની પત્ની પાસે 10 લાખની માગણી કરી. 

કોરોનાની થપાટ, ભલભલા રસ્તા પર...આ શાકભાજી વેચનાર વિશે જાણીને હક્કાબક્કા રહી જશો

નોઈડાના એડિશનલ કમિશનર ઓફ પોલીસ (કાયદો વ્યવસ્થા) લવ કુમારે જણાવ્યું કે વૈજ્ઞાનિકની પત્નીએ રવિવારે સવારે આ અંગે પોલીસને જાણ કરી. નોઈડા પોલીસની અનેક ટીમો વૈજ્ઞાનિકની શોધમાં લાગી. સાંજ થતા તો પોલીસે વૈજ્ઞાનિકને હેમખેમ મેળવી લીધા અને તેમને બંધક બનાવનાર મહિલા સહિત 3 લોકોની ધરપકડ  કરી લીધી. આરોપીઓની પૂછપરછ ચાલુ છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More