Home> India
Advertisement
Prev
Next

No Confidence Motion 2023: અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન BJP સાંસદે સોનિયા ગાંધી પર સાંધ્યુ નિશાન

No Confidence Motion: નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કરી. ત્યારબાદ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ ગોગોઈના વેધક સવાલોના વળતા જવાબ આપ્યા. 

No Confidence Motion 2023: અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન BJP સાંસદે સોનિયા ગાંધી પર સાંધ્યુ નિશાન

No Confidence Motion: સંસદના ચોમાસું સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સંસદ બિઝનેસ એડવાઈઝરી કમિટીએ 3 દિવસનો સમય રાખ્યો છે. વિપક્ષ તરફથી સંસદ સદસ્યતા બહાલી બાદ રાહુલ ગાંધી પહેલીવાર સત્રમાં ભાગ લઈ રહ્યા છે. 

ગૌરવ ગોગોઈએ કરી શરૂઆત, કર્યા વેધક સવાલ
અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આ વાત સંખ્યાની નહતી. પરંતુ મણિપુરના ન્યાયની વાત છે. મણિપુર આજે ન્યાય માંગે છે. બેટી...વિદ્યાર્થીઓ ન્યાય માંગે છે. પીએમ મણિપુર કેમ નહતા ગયા? મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગ્યા? અનેક જગ્યાએ સીએમ બદલાયા પરંતુ મણિપુરમાં કેમ નહીં? 

નિશિકાંત દુબેના વળતા પ્રહાર
ત્યારબાદ ભાજપ તરફથી સાંસદ નિશિકાંત દુબે બોલવા માટે ઊભા થયા. તેમના બોલવા પર વારંવાર હંગામો થતો રહ્યો હતો. સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ દ્વારા મોદી સરનેમ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીની સજા પર રોકનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો નથી આપ્યો. સ્ટે ઓર્ડર આપ્યો છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ માફી નહીં માંગે...બીજી વાત તેઓ કહે છે કે હું સાવરકર નથી... તમે ક્યારેય સાવરકાર બની પણ ન શકો. 28 વર્ષ એ વ્યક્તિએ જેલમાં વિતાવ્યા છે. ક્યારેય સાવરકર ન બની શકો. ત્યારબાદ તેમણે કહ્યું કે આ જે I.N.D.I.A બન્યું છે, અહીં કેટલાક જ સાંસદો ફૂલ ફોર્મ જણાવી શકશે. પરંતુ તેઓ ઈન્ડિયા ઈન્ડિયાની વાતો કરી રહ્યા છે. 

'સોનિયાજીના બે કામ'
ત્યારબાદ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોનિયા ગાંધી ઉપર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે આ જે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તે કેમ લાવવામાં આવ્યો છે? સોનિયાજી (ગાંધી) અહીં બેઠા છે. મને લાગે છે કે તેમણે બે કામ કરવા પડેશે- પુત્રને સેટ કરવાનો છે અને જમાઈને ભેટ આપવાની છે. આ જ આ પ્રસ્તાવનો આધાર છે. તેમણે એમ પણ કહ્યું કે અમે પહેલા સાંભળી રહ્યા હતા કે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા માટે રાહુલ ગાંધી આવશે પંરતુ તેઓ ન આવ્યા. કદાચ મોડેથી મુદ્દો ઉઠાવશે. ગૌરવ ગોગોઈએ પહેલા ચર્ચાની શરૂઆત કરી તે સારી વાત છે. હું અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ઊભો થયો છું. મણિપુરની ચર્ચા થઈ.

રાહુલ ગાંધી મોટા માણસ, માફી ન માંગી શકે
નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ કોર્ટમાં માફી માંગવાની ના પાડી દીધી. બોલ્યા કે હું સાવરકર નથી. હું રાહુલ ગાંધીને કહી શકું કે તમે સાવરકર બની પણ ન શકો. રાહુલ મોટા માણસ છે, માફી માંગી શકે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More