Home> India
Advertisement
Prev
Next

શપથગ્રહણ પહેલા જેડીયુએ આપ્યો મોટો આંચકો, મોદી કેબિનેટમાં સામેલ નહીં થાય

નરેન્દ્ર મોદી બીજીવાર પીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. મોદી કેબિનેટ માટે મંત્રીઓની પસંદગી થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ પણ સાંસદ મંત્રીમંડળમાં સામેલ થશે નહીં.

શપથગ્રહણ પહેલા જેડીયુએ આપ્યો મોટો આંચકો, મોદી કેબિનેટમાં સામેલ નહીં થાય

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી બીજીવાર પીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. મોદી કેબિનેટ માટે મંત્રીઓની પસંદગી થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ પણ સાંસદ મંત્રીમંડળમાં સામેલ થશે નહીં. સૂત્રોના હવાલે જાણવા મળ્યું ચે કે જેડીયુના ફાળે એક મંત્રી પદ જતું હતું. પરંતુ તેના પર જેડીયુએ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારબાદ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં. 

પીએમ મોદીનો શપથગ્રહણ સમારોહ...જુઓ પળે પળની અપડેટ

જો કે નીતિશકુમારે કહ્યું છે કે ભાજપ તરફથી કહેવાયું હતું કે તેમના ગઠબંધનના પક્ષોને એક એક મંત્રીપદ મળશે. તે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તરીકે હશે. આ પ્રકારના પ્રસ્તાવ પર અમે પાર્ટીની મિટિંગમાં વાત કરી. જેમાં નિર્ણય લેવાયો કે આ પ્રસ્તાવ મંજૂર નહીં કરાય. અમારે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બનવાની જરૂર નથી. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે સરકારમાં આ રીતે સામેલ થવાની કોઈ જરૂર નથી. અમને સરકારમાં સામેલ થવામાં કોઈ રસ નથી. જો કે નીતિશકુમારે કહ્યું કે અમે બિહારમાં સાથે છીએ અને સરકારના કામોમાં સાથે છીએ. અમારી મંત્રીપદને લઈને કોઈ પણ પ્રકારની નારાજગી નથી. આથી અમે ગઠબંધનમાં સાથે છીએ પરંતુ મંત્રીપદમાં જવામાં કોઈ રસ નથી. 

નીતિશકુમારે કહ્યું કે તેમની વાત આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થઈ ગઈ છે. જ્યારે તેમણે આ પ્રકારનો પ્રસ્તાવ રજુ કર્યો તો અમે કહ્યું કે આ માટે પાર્ટી સાથે વાત કરવી પડશે. પાર્ટીના નિર્ણય અંગે અમિત શાહને પણ જાણ કરી દેવામાં આવી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More