Home> India
Advertisement
Prev
Next

Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી

મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઉથલપાથલ  બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) ની સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મુખ્યમંત્રી પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આવામાં હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gandkari) નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર સિદ્ધાંતો વિરુદ્ધની છે. આવામાં આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. આ ઉપરાંત ગડકરીએ ઝારખંડ ચૂંટણીને લઈને દેશના જીડીપી અંગે પણ પોતાના મંતવ્ય શેર કર્યાં. અત્રે રજુ કર્યા છે વાતચીતના મુખ્ય અંશ...

Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઉથલપાથલ  બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) ની સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મુખ્યમંત્રી પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આવામાં હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gandkari) નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર સિદ્ધાંતો વિરુદ્ધની છે. આવામાં આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. આ ઉપરાંત ગડકરીએ ઝારખંડ ચૂંટણીને લઈને દેશના જીડીપી અંગે પણ પોતાના મંતવ્ય શેર કર્યાં. અત્રે રજુ કર્યા છે વાતચીતના મુખ્ય અંશ...

ગાઝિયાબાદ: સામૂહિક આત્મહત્યા મામલે મોટો ખુલાસો, સાઢુ ભાઈએ દોઢ કરોડ પચાવી પાડ્યા હતાં

સવાલ: 2018માં દેશના 75 ટકા ભૂભાગ પર ભાજપ (BJP) નો ઝંડો ફરકી રહ્યો હતો પરંતુ આજે એક વર્ષમાં જ માત્ર 40 ટકા રહી ગયો છે. આવામાં શું ઝારખંડ ચૂંટણી મોટો પડકાર રહેશે?
જવાબ: દરેક ચૂંટણી અમારા માટે પડકાર હોય છે. દરેક ચૂંટણી પાર્ટી માટે જરૂરી હોય છે. જીત કે હાર પણ નિશ્ચિત હોય છે. અપ્સ એન્ડ ડાઉન પાર્ટીમાં થતા રહે છે. કોઈ ચીજ પરમેનન્ટ નથી. એ જ પેસથી કામ થતું રહેવું જોઈએ. મને વિશ્વાસ છે કે ઝારકંડમાં આ વખતે પણ ફરીથી સરકાર બનાવીશું. 

સવાલ: આ જ પ્રકારના દાવા મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યાં હતાં. તમે પણ કર્યો હતો. જ્યાં એવું લાગતું હતું કે કોઈ ટક્કરમાં નથી...આજે તમે ક્યાંય નથી?
જવાબ: મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena)  અને ભાજપને તો બહુમત મળ્યું હતું. લોકોએ કોંગ્રેસ (Congress)  અને એનસીપી વિરુદ્ધ મતદાન કર્યું હતું. શિવસેનાએ હકીકતમાં જે લોકોને જનતાએ નકાર્યા તેની સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સિદ્ધાંતહીન ગઠબંધન છે, જેનો કોઈ આધાર નથી. આથી શિવસેનાના સમર્થકો પણ નારાજ છે ને કોંગ્રેસ તથા એનસીપીના પણ. શિવેસનાના હિન્દુત્વનો તાલમેળ એનસીપી-કોંગ્રેસ સાથે નથી અને કોંગ્રેસ તથા એનસીપીના વિચારોનો તાલમેળ શિવસેના સાથે નથી. 

SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી

સવાલ: એટલે તમે કહો છો કે આ સરકાર 5 વર્ષ ચાલશે નહીં જ્યારે તેઓ તો દાવો કરી રહ્યાં છે કે સરકાર 5 વર્ષ ચાલશે?
જવાબ: આ નૈસર્ગિક ગઠબંધન નથી. તે વિચારધારા અને સિદ્ધાંતોના આધાર પર નથી. આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. 5 વર્ષ નહીં ચાલે. 

સવાલ: શું ભાજપ અને NCPની સરકાર બનત તો પાંચ વર્ષ ચાલત? ક્યાં ચૂંક થઈ કે સરકાર બની અને પડી પણ ગઈ?
જવાબ: મને લાગે છે કે જો-તોની ચર્ચા રાજકારણમાં કોઈ અર્થ ધરાવતી નથી. એનસીપી (NCP) અને ભાજપના ગઠબંધનની કોઈ અધિકૃત વાતચીત કે ચર્ચા થઈ નથી. 

મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

સવાલ: અજિત પવાર સાથે તમે સરકાર બનાવી લીધી?
જવાબ: હવે તે સમયે અજિત પવારની સાથે એનસીપીમાં કેટલાક લોકો એનસીપી છોડવા માંગતા હતાં. તે વખતે તેમની સંખ્યા વધુ હતી. ત્યારબાદ તે શક્ય બન્યું નહીં. રાજકારણમાં તો આ બધુ ચાલતુ રહે છે. 

સવાલ: પરંતુ કહેવાય છે કે જો નીતિન ગડકરી ઈચ્છત તો પવાર સાહેબ પણ માની જાત અને ભાજપ તથા એનસીપીની સરકાર પણ ચાલત. 
જવાબ: એવી કોઈ વાત નથી. બધાએ કોશિશ કરી. આખરે દરેક પાર્ટી અને તેના નેતા પોત પોતાના પાર્ટીના તતા પોત પોતાના વિચારોના હિતનું ધ્યાન રાખે છે. 

સવાલ: 34 વર્ષ જૂનો સાથી શિવસેના જતી રહી તો તેની અસર બીજા પક્ષો પર પડશે?
જવાબ: શિવસેનાને મુખ્યમંત્રી પદ જોઈતુ હતું અને અમારી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધુ હતું કે ક્યારેય તેમને મુખ્યમંત્રી પદનું આશ્વાસન આપવામાં આવ્યું નહતું. બાકી વાતોમાં ઓછું વધું થઈ શકે તેમ હતું. બાળ સાહેબ ઠાકરેના સમયથી આ ફોર્મ્યુલા ચાલી રહ્યો હતો કે જે પાર્ટીના વધુ ધારાસભ્યો ચૂંટાઈ આવશે મુખ્યમંત્રી તેમનો હશે. અમારા 105 છે અને તેમના 55 છે. ઉદ્ધવ ઠાકરે કહે છે કે તેમના મુખ્યમંત્રી હો, તો તે કેવી રીતે શક્ય બને? રાજકારણમાં કેટલીક વાતો એવી હોય છે કે નક્કી હોય છે. બધા એમ કહેવા માંડે તો રાજ ચલાવવું મુશ્કેલ બની જાય. 

મહારાષ્ટ્રની 'સેક્યુલર' સરકારમાં હિન્દુત્વની એન્ટ્રી! સોનિયા ગાંધી-શરદ પવાર કરશે સ્વીકાર?

સવાલ: હરિયાણામાં યેનકેન પ્રકારે સરકાર બની ગઈ અને મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર થયા. આવામાં શું ઝારખંડમાં ભાજપનું ઘણું બધુ દાવ પર લાગ્યું છે?
જવાબ: દરેક રાજ્યની ચૂંટણી અમારા માટે હંમેશા મહત્વપૂર્ણ રહે છે. આથી આ ચૂંટણીમાં પણ લોકો આવી રહ્યાં છે અને મારો વિશ્વાસ છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં રઘુવર દાસે જે કામ કર્યું છે તે સારું છે. બિહારથી અલગ થયા બાદ ઝારખંડમાં છેલ્લા 5 વર્ષમાં જેટલુ સારું કામ થયું છે તેના જેટલા વખાણ કરીએ તો ચોક્કસપણે ભાજપને સારી સફળતા મળશે. તથા રઘુવર દાસના નેતૃત્વમાં અમારી સરકાર ફરીથી ચૂંટાઈને આવશે તે મારો પૂરેપૂરો વિશ્વાસ છે. 

આ VIDEO પણ જુઓ...

સવાલ: 370, રામ મંદિર થવા છતાં વિધાનસભાના પરિણામો તમારી ફેવરમાં ન આવ્યાં?
જવાબ: રાષ્ટ્રીય મુદ્દાઓ જે હોય છે તે રાષ્ટ્રહિત માટે હોય છે. જેમ કે 370 હટવી. રામ મંદિરનો ચુકાદો કોર્ટમાંથી આવવો. આ મુદ્દાઓ પર રાષ્ટ્રીય પાર્ટી રાજકારણ ન રમે. રાષ્ટ્ર હિતના મુદ્દા પર રાજકારણ કરતા બચવું જોઈએ. વિધાનસભા ચૂંટણી વિધાનસભા મુજબ હોય છે. 

Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'

સવાલ: રામ મંદિર પર ચુકાદો આવ્યો પરંતુ તેને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે?
જવાબ: રામ મંદિર આ દેશના ઈતિહાસનો વારસો છે અને રામ મંદિર બનવું એ  કોઈ પાર્ટીનો એજન્ડા નથી પરંતુ કરોડો દેશવાસીઓનો ભાવ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું ચે કે હવે તેનું રાજકારણ ન કરતા બધાએ મળીને સૌહાર્દથી એક ભવ્ય રામ મંદિર બનાવવું જોઈએ. 

સવાલ: વિચારધારાના એજન્ડામાં હવે સમાન નાગરિક સંહિતા રહી ગયો છે. શું આ સત્રમાં કે જલદી તેના માટે કોઈ કાયદો બનશે?
જવાબ: કોમન સિવિલ કોડ પર હજુ કઈ નક્કી થયું નથી. આગળ વડાપ્રધાનજી અને પાર્ટી અધ્યક્ષ તેના પર નિર્ણય લેશે. 

Maharashtra: ભાજપમાં બળવાના સંકેત, પંકજા મુંડેએ કહ્યું, '8-10 દિવસમાં મોટો નિર્ણય લઈશ'

સવાલ: ચિદમ્બરમને જામીન મળી ગયા છે? કહેવાય છે કે રાજકીય કારણોસર તેમને જેલ મોકલવામાં આવ્યાં?
જવાબ: ચિદમ્બરમને જેલ થઈ હતી, હવે બેલ થઈ ગઈ છે. તેમને એમ કહેવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તેઓ ગૃહ મંત્રી હતાં ત્યારે જે પ્રકારે તેમણે કામ કર્યું હતું તે બધા એકવાર ફરીથી યાદ કરી લે. તેમને જેલમાં રાખવાનો નિર્ણય કોર્ટનો હતો. 

જુઓ LIVE TV

સવાલ: આર્થિક સ્થિતિ સારી નથી. GDP 4.5 ટકા સુધી પહોંચી ગયો. રાષ્ટ્રવાદ તો ઠીક છે પરંતુ રોજગારી પણ જરૂરી છે?
જવાબ: ગ્લોબલ ઈકોનોમીના કારણ, ડિમાન્ડ અને સપ્લાયના કારણ તથા બિઝનેસ સાઈકલ કારણોથી અર્થવ્યવસ્થામાં ઉતાર ચઢાવ થાય છે. આપણી અર્થવ્યવસ્થા વર્લ્ડની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી છે. 2030 સુધીમાં ત્રીજી મોટી ઈકોનોમી બનવાનું અમારું મિશન છે. 2030 પહેલા ત્રીજા નંબરના બનીશું. 

સવાલ: ગાંધી પરિવારને આપેલી SPG સુરક્ષા હટાવી લેવામાં આવી તો શું તેની પાછળ રાજકીય કારણ છે?
જવાબ: મને લાગે છે કે તેનું રાજનીતિકરણ કરવું જોઈએ નહીં. દરેક ચીજને રાજનીતિ સાથે જોડવી જોઈએ નહીં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More