Home> India
Advertisement
Prev
Next

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

નીતા અંબાણી(Nita Ambani) છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમ (Metropolitan Meusum of Art) દ્વારા આયોજિત કરવામાં આવતા પ્રદર્શનોને ટેકો આપી રહ્યાં છે. આ અમેરિકાનું(America) સૌથી મોટું અને સૌથી જુનું આર્ટ મ્યુઝિયમ(US Largest and oldest art Meusum) છે. 

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

નવી દિલ્હીઃ રિલાયન્સ ફાઉન્ડેશનના(Relience Foundation) ફાઉન્ડર અને ચેરપર્સન(Founder and Chairperson) નીતા અંબાણીનો(Nita Ambani) ન્યૂયોર્કના(New York) મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના(Metropolitan Meusum of Art) બોર્ડમાં સભ્ય (Board Member) બનાવાયા છે. નીતા અંબાણી (Nita Ambani) મ્યુઝિયમના પ્રથમ માનદ ટ્રસ્ટી બન્યાં છે. તેઓ આ સંગ્રહાલયના 150 વર્ષના ઈતિહાસમાં(150 year history) ટ્રસ્ટીની ભૂમિકા નિભાવનારા પ્રથમ ભારતીય બનશે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ આ જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણી(Nita Ambani) છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમ (Metropolitan Meusum of Art) દ્વારા આયોજિત કરવામાં આવતા પ્રદર્શનોને ટેકો આપી રહ્યાં છે. આ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી જુનું આર્ટ મ્યુઝિયમ છે. 

મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ નીતા અંબાણીના બોર્ડના સભ્ય બન્યાની જાહેરાત કરતા જણાવ્યું કે, "ભારતીય કલા અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવા અને પ્રોત્સાહિત કરવામાં શ્રીમતી નીતા અંબાણીની પ્રતિબદ્ધતા અસામાન્ય છે. તેમના બોર્ડના સભ્ય બનવાથી મ્યુઝિયમની ક્ષમતાઓમાં વધારો થશે. નીતા અંબાણીનું સ્વાગત કરતા અમે ખુબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ."

સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

આ અંગે નીતા અંબાણીએ જણાવ્યું કે, "છેલ્લા અનેક વર્ષથી ભારતીય કળાઓના પ્રદર્શનમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ રસ લઈ રહ્યું છે એ જોઈને આનંદ થાય છે. મ્યુઝિયમ દ્વારા વૈશ્વિક મંચો પર ભારતીય કળાના સમર્થન અને રુચિએ મને પ્રભાવિત કરી છે. આ સમ્માન મને ભારતના પ્રાચીન વારસાને જાળવી રાખવાના મારા પ્રયાસોને બેવડા કરવામાં મદદ કરશે."

fallbacks

નીતા અંબાણી દુનિયામાં કરે છે ભારતીય કળા-સંસ્કૃતિનો પ્રચાર
મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા 2017માં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં શ્રીમંતી અંબાણીનું સન્માન કરાવાયું હતું. આ કાર્યક્રમ એવી હસ્તીઓના સન્માનમાં આયોજિત કરાય છે જેઓ કળાની દુનિયામાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહિત કરે છે. નીતા અંબાણી 'ધ મેટ્સ ઈન્ટરનેશનલ કાઉન્સિલ'ના પણ સભ્ય છે. નીતા અબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કળા અને સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરી રહ્યાં છે. તેઓ રમત-ગમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. 

મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂયોર્ક
મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ન્યુયોર્કમાં આવેલું 150 વર્ષ જુનું મ્યુઝિયમ છે. અહીં દુનિયાભરની 5000 વર્ષ જુની કલાકૃતિઓનો પણ સંગ્રહ છે. દર વર્ષે લાખો લોકો મ્યુઝિયમ જોવા માટે અહીં આવે છે. જેમાં અનેક અબજપતિ અને સેલિબ્રિટિઝ પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોપોલિટન મ્યુઝિયમ દુનિયાભરનાં અબજપતિઓ, સેલિબ્રિટીઝ અને હજારો સામાન્ય લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. 

અહીં તમને દુનિયાભરના 5000 વર્ષના કળા ક્ષેત્રના વિકાસની એક રૂપરેખા પણ જોવા મળશે. આ એક નોન-પ્રોફિટ સંસ્થા છે અને તેના વાર્ષિક રિપોર્ટ અનુસાર તેની વાર્ષિક આવક વર્ષ 2018માં 385.3 મિલિયન ડોલર થયો હતો. ગયા વર્ષે 2017માં મ્યુઝિયમની આવક 384.7 મિલિયન ડોલર રહી હતી. 

નીતા અબાણીને મળેલા વૈશ્વિક સન્માન 
- 2017માં રિલાયન્સ ફાઉન્ડેશનના કામ માટે ભારતના રાષ્ટ્રપતિના હાથે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર મળ્યો હતો. 
- 2016માં ફોર્બ્સ દ્વારા વિશ્વની 50 સૌથી શક્તિશાળી કારોબારી મહિલાઓની યાદીમાં સ્થાન. 
- તેઓ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સભ્ય પણ છે અને આ ભૂમિકા ધરાવતા પ્રથમ ભારતીય મહિલા છે. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More