Home> India
Advertisement
Prev
Next

Coronavirus: અનેક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો, નિરંજની અખાડાએ કુંભના સમાપનની કરી જાહેરાત

કોરોના (Corona Virus) ના વધતા પ્રકોપને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે 17 એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં. 

Coronavirus: અનેક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો, નિરંજની અખાડાએ કુંભના સમાપનની કરી જાહેરાત

હરિદ્વાર: કોરોના (Corona Virus) ના વધતા પ્રકોપને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે 17 એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં. 

પાંચ દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ 10થી 14 એપ્રિલ વચ્ચે કરાઈ હતી. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહાકુંભથી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે. 

2 લાખ 36હજાર 751 લોકોની તપાસ થઈ
હરિદ્વારના મુખ્ય ચિકિત્સાધિકારી શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓએ મેળા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં 2 લાખ 36 હજાર 751 લોકોની કોરોના તપાસ કરી. જેમાંથી 1701 લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંખ્યામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી સમગ્ર મેળા ક્ષેત્રમાં પાંચ દિવસમાં કરાયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન તપાસ દરમિયાનના આંકડા સામેલ છે.

2 હજારથી વધુ લોકો હોઈ શકે છે સંક્રમિત
તેમણે જણાવ્યું કે હજુ અનેક આરટી પીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. આવામાં આ પરિસ્થિતિને જોતા કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2 હજાર પાર જવાની આશંકા છે. હરિદ્વાર મહાકુંભ 2021 ઉત્તરાખંડના હરિદ્વાર, ટિહરી અને ઋષિકેશના 670 હેક્ટર ક્ષેત્રફળમાં ચાલી રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ, બુધવારે મેષ સંક્રાંતિ અને વૈશાખીના પર્વ પર થયેલા બંને શાહી સ્નાનોમાં 48.51 લાખ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના માસ્ક વગર જોવા મળ્યા હતા. 

MP: વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ

Corona Update: કોરોનાનો અત્યાર સુધીમાં સૌથી મોટો એટેક, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ 

Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા

Coronavirus: ભારતમાં Double Mutant Virus એ મચાવ્યો છે હાહાકાર!, જાણો કેમ આટલો જોખમી છે આ નવો સ્ટ્રેન?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More