Home> India
Advertisement
Prev
Next

કાશી વિશ્વનાથથી નવું સંસદ ભવન : પીએમ મોદીને ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલ પર કેમ છે આટલો ભરોસો, આ છે કારણો

New Parliament Building સેન્ટ્રલ વિસ્ટા પહેલાં પણ પીએમ મોદીના ઘણા ડ્રીમ પ્રોજેક્ટ પૂરા થયા છે. પરંતું તમે જાણો છો કે આ બધા પ્રોજેક્ટ પાછળ માસ્ટરમાઈન્ડ તરીકે એક જ વ્યક્તિ છે, જેને પીએમ મોદીના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે, ચાલો જાણીએ તેમના વિશે...

કાશી વિશ્વનાથથી નવું સંસદ ભવન : પીએમ મોદીને ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલ પર કેમ છે આટલો ભરોસો, આ છે કારણો

નવી દિલ્હીઃ નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને દેશમાં રાજનીતિ ચરમસીમાએ છે. જ્યાં વિપક્ષ પીએમ મોદી દ્વારા તેના ઉદ્ઘાટનને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવી રહ્યું છે, ત્યારે ભાજપ કોંગ્રેસના બહિષ્કારના નિર્ણયને લોકશાહીનું અપમાન ગણાવી રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટાને પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે.

પીએમ મોદીના ઘણા ડ્રીમ પ્રોજેક્ટ નવા સંસદભવન પહેલાં પણ પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ બધી યોજનાઓ પાછળ માત્ર એક જ વ્યક્તિ છે, જેમની રચનાઓ 'ગુજરાત મોડલ'નું કેન્દ્રબિંદુ રહ્યા છે.

'મોદીને આર્કિટેક્ટ' બિમલ પટેલ પર પૂરો ભરોસો
પીએમ મોદીની આ યોજનાઓને પૂર્ણ કરવામાં સૌથી અહમ રોલ આર્કિટેક્ટ બિમલ પટેલનો (Architect Bimal Patel)છે.  મોદી સીએમ હતા ત્યારે બિમલ પટેલ ગુજરાત મોડલને લઈને ચર્ચામાં લાવ્યા હતા અને તેમની મુખ્ય યોજનાઓને પૂર્ણ કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. આ કારણે બિમલને 'મોદીના આર્કિટેક્ટ' પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ મે મહિનામાં શ્રાવણ જેવો વરસાદ, પરંતુ જૂનમાં ચિંતા ઉભી કરશે ચોમાસું!, જાણી લો આગાહી

કોણ છે બિમલ પટેલ?
બિમલ પટેલ ગુજરાતમાં અમદાવાદના રહેવાસી છે અને HCP નામની કન્સ્ટ્રક્શન કંપનીના ચેરમેન પણ છે. તેમણે 1984માં CEPT, ગુજરાતમાંથી આર્કિટેક્ચરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો અને તેના ચેરમેન અને MD તરીકે કામ કરી રહ્યા છે. બિમલ પટેલને આર્કિટેક્ચર, શહેરી ડિઝાઇન અને શહેરી આયોજનનો 35 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે 1988માં સીટી પ્લાનિંગમાં માસ્ટર ડિગ્રી અને 1995માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી સીટી અને રિઝનલ પ્લાનિંગમાં PHDની ડિગ્રી મેળવી છે.

આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા
સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા
વિશ્વનાથ ધામ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
ગુજરાત સરકારના મંત્રીઓના બ્લોક અને સચિવાલય સંકુલનો વિકાસ
આગા ખાન એકેડમી, હૈદરાબાદ
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તેની સંપૂર્ણ ડિઝાઇન
ટાટા સીજીપીએલ ટાઉનશીપ, મુન્દ્રા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું નવું કેમ્પસ
ગુજરાત હાઈકોર્ટ બિલ્ડીંગ
ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા, અમદાવાદ
અમદાવાદમાં ગાંધી આશ્રમનો પુનઃવિકાસ

આ પણ વાંચોઃ ભાજપનું વધ્યું ટેન્શન: 13 રાજ્યોમાં આ પાર્ટીઓનું વર્ચસ્વ, ધારાસભ્યો હાથમાંથી ગયા

પુરસ્કારો અને સન્માન
વર્ષ 2019 માં બિમલ પટેલને ખૂબ જ સારી કામગીરી માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
બિમલ પટેલને 2008માં કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઈન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે તરફથી પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ મળ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે 2006માં વડાપ્રધાનનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ કારણે છે પીએમના ખાસ 
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો હતો, પરંતુ તેની પૂર્ણતાને જોઈને મોદી બિમલ પટેલથી ખૂબ જ ખુશ થયા અને ત્યાર બાદ તેમણે ઘણા પ્રોજેક્ટનું કામ તેમને સોંપ્યું છે અને તેમને પૂર્ણ કરીને આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More