Home> India
Advertisement
Prev
Next

9 કલાક સુધી મોત સામે ઝઝુમતી રહી મહિલા, ભૂકંપ બાદ નેપાળથી સામે આવ્યો દર્દનાક વિડીયો

Nepal Earthquake: શુક્રવારે મધરાત્રે નેપાળમાં 6.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા 157 લોકો માર્યા ગયા, 161 અન્ય ઘાયલ થયા અને સેંકડો મકાનોને નુકસાન થયું છે.

9 કલાક સુધી મોત સામે ઝઝુમતી રહી મહિલા, ભૂકંપ બાદ નેપાળથી સામે આવ્યો દર્દનાક વિડીયો

Nepal Earthquake Video:  નેપાળના જાજરકોટમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાજર રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલી એક મહિલાને બચાવવાની કામગીરી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા 9 કલાક સુધી ઘરના કાટમાળ નીચે દટાઈ હતી.

Pushya Nakshatra:આજે 400 વર્ષ બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ ઉપાયથી દૂર થશે આર્થિક તંગી
દિવાળીના દિવસે ગરોળી દેખાઇ ગઇ તો સમજો લોટરી લાગી ગઇ, તરત કરજો આ કામ

જ્યારે રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે મહિલાનો અવાજ સાંભળીને તેને બચાવી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં 3જી નવેમ્બરે રાત્રે લગભગ 11.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વૈજ્ઞાનિકોએ તેનું કેન્દ્ર નેપાળ હોવાનું જણાવ્યું હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ભયંકર તબાહી મચી ગઈ હતી.

Diabetes થાય તો આ 3 છોડની લો મદદ, દૂર થશે બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
સફેદ વાળમાંથી મળશે કાયમી છુટકારો, હળદરમાં મિક્સ કરી લગાવો આ 1 વસ્તુ

શુક્રવારે મધરાત્રે નેપાળમાં 6.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા 157 લોકો માર્યા ગયા, 161 અન્ય ઘાયલ થયા અને સેંકડો મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. 2015 પછી નેપાળમાં આ સૌથી વિનાશક ભૂકંપ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપ શુક્રવારે રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું. આ સ્થળ રાજધાની કાઠમંડુથી લગભગ 500 કિલોમીટર પશ્ચિમમાં છે.

દિવાળી પહેલા શનિ પુષ્ય અને રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ
શનિ પુષ્ય નક્ષત્રનો યોગે કરો શનિ પનોતી દૂર, શનિ રિઝવવા કરો આ કામ

જાજરકોટ અને રુકુમ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત 
નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીના જણાવ્યા અનુસાર, નેપાળ સેનાએ શુક્રવારે ભૂકંપ પછી તરત જ ઘટના સ્થળે બચાવ કામગીરી કરવા માટે તેના જવાનોને તૈનાત કર્યા હતા. બચાવ કાર્યકર્તાઓ શનિવારે ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

New Release: એન્ટરટેનમેન્ટનો મળશે ફૂલ ડોઝ, OTT પર રિલીઝ થઇ આ 8 ફિલ્મો અને વેબ સીરીઝ
એક મહિલા 1936 માં જન્મી, 1936 માં જ મરી ગઇ, પરંતુ મરી ત્યારે તેની ઉંમર 70 વર્ષ હતી

સરકારી નેપાળ ટેલિવિઝન અનુસાર, પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વડાપ્રધાન સચિવાલયે જણાવ્યું કે જાજરકોટ અને રુકુમમાં આવેલા ભૂકંપના કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 157 થઈ ગઈ છે અને 161 લોકો ઘાયલ થયા છે.મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

મનાલી તો દરેક જાય! આ ઑફબીટ સ્થળોએ ફરી આવો, પછી તમે કહેશો - આ જ છે અસલી જન્નત!
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ

લગભગ 159 આફ્ટરશોક્સ નોંધાયા
અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપમાં માર્યા ગયેલા લોકોમાં જાજરકોટની નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ પણ સામેલ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું કે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ લગભગ 159 આફ્ટરશોક્સ નોંધાયા છે. બીજા ભૂકંપ અને તેમના મકાનોને સંભવિત નુકસાનના ભયથી ઘણા લોકો રાતભર બહાર રહ્યા હતા.

બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More