Home> India
Advertisement
Prev
Next

NEET PG 2023 News: નીટ પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી જાણો, સોશિયલ મીડિયા પર થઈ રહી છે પાછી ઠેલવાની માંગણી

NEET PG 2023: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ના બેનર હેઠળ કેટલાક ડોક્ટર્સ નીટ પીજી સ્થગિત કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું કે NEET PG 2023 કાર્યક્રમ હેઠળ 5 માર્ચના રોજ જ NEET પરીક્ષાનું આયોજન થશે.

NEET PG 2023 News: નીટ પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી જાણો, સોશિયલ મીડિયા પર થઈ રહી છે પાછી ઠેલવાની માંગણી

NEET PG 2023: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ના બેનર હેઠળ કેટલાક ડોક્ટર્સ નીટ પીજી સ્થગિત કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું કે NEET PG 2023 કાર્યક્રમ હેઠળ 5 માર્ચના રોજ જ NEET પરીક્ષાનું આયોજન થશે. નીટ પીજી રજિસ્ટ્રેશનની તારીખ પણ ગઈ કાલે એટલે કે 12મી ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ હતી. જો કે આમ છતાં હજુ પણ વિદ્યાર્થીઓ તો આ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી જ રહ્યા છે. વિદ્યાર્થીઓની હજુ પણ એવી માંગણી છે કે આ પરીક્ષા ઓછામાં ઓછી એક કે બે મહિના પાછળ જાય. 

શું પાછી ઠેલાશે પરીક્ષા
આ પરીક્ષા પાછી ઠેલાય તેવી શક્યતા ખુબ ઓછી છે કારણ કે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવી દીધુ છે કે આ પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ લેવાશે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા પૂછાયેલા એક સવાલ કે શું ડોક્ટરોના વિભિન્ન સમૂહોની માંગણી મુજબ પરીક્ષા સ્થગિત થશે? તો માંડવિયાએ જવાબ આપ્યો હતો કે પરીક્ષાની તારીખ 5 માર્ચ છે અને તેની જાહેરાત પાંચ મહિના પહેલા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવામાં પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ઈન્ટર્નશીપની કટ ઓફ તારીખ 11 ઓગસ્ટ સુધી આગળ વધારી છે. 

સોશિયલ મીડિયા પર માંગણી
આમ છતાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરીક્ષાને પાછી ઠેલવાની માંગણી થઈ રહી છે. જો કે ધ નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન NBE એ હજુ સુધી પરીક્ષાને પાછી ઠેલવવા અંગે કોઈ જ અપડેટ બહાર પાડી નથી. આથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને એવી વિનંતી કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર આ અંગે જે માહિતીઓ ફેલાઈ રહી છે તેના પર વિશ્વાસ કર્યા વગર તેઓ આ માટે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશનની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેતા રહે જેથી કરીને કોઈ પણ લેટેસ્ટ અપડેટ તેમના સુધી તરત પહોંચી શકે. 

કેમ સ્થગિત ન થઈ શકે પરીક્ષા?
વાત જાણે એમ છે કે 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13000થી વધુ એમબીબીએસ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખતા જે વિલંબિત ઈન્ટર્નશીપના કારણે NEET PG 2023 પરીક્ષાને પાત્ર નહતા, MoHFW એ પાત્રતા માટે ઈન્ટર્નશીપ પૂરી કરવાની અંતિમ તિથિને 11 ઓગસ્ટ 2023 સુધી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. માંડવિયાએ જણાવ્યું કે આવું એકેડેમિક શિડ્યૂલને પાટા પર લાગવવા માટે થઈ રહ્યું છે જે કોવિડ 19 મહામારીને કારણે પાટા પરથી ઉતરી ગયું હતું. તેમણે કહ્યું કે જો તેઓ પરીત્રામાં વિલંબ કરશે તો આગળના શિડ્યૂલમાં પણ મોડું થશે. 

અત્રે જણાવવાનું કે નીટ પીજી 2023ની પરીક્ષા 5મી માર્ચે લવાશે. આ માટે એડમિટ કાર્ટ 27 ફેબ્રુઆરી 2023ના રોજ ઈશ્યું કરવામાં આવશે. NEET PG પરિણામ 31 માર્ચ 2023 પહેલા જાહેર કરી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More