Home> India
Advertisement
Prev
Next

'તારૂ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ દેખાડ', મધ્ય પ્રદેશમાં જૈન વૃદ્ધની મારીમારીને હત્યા કરાઈ

મધ્ય પ્રદેશના નીચમ જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધની મારીમારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ કોંગ્રેસ રાજ્યની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. 

'તારૂ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ દેખાડ', મધ્ય પ્રદેશમાં જૈન વૃદ્ધની મારીમારીને હત્યા કરાઈ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગની ઘટના બની છે. અહીંના નીમચમાં એક વૃદ્ધ વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધને લાફા મારી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પહેલા વૃદ્ધનું મોત થઈ ચુક્યુ હતું. હવે વીડિયો સામે આવ્યા બાદ પરિવારજનોએ પોલીસમાં મારપીટથી મોત થવાની ફરિયાદ નોંધાવી છે. 

મારતા-મારતા પૂછ્યુ- તારૂ નામ શું મોહમ્મદ છે?
આ વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે કે મારનાર વ્યક્તિ તે કહેતા જોવા મળી રહ્યો છે કે શું તારૂ નામ મોહમ્મદ છે? જાવરાથી આવ્યો છે? તારૂ આધાર કાર્ડ દેખાડ. માર ખાનાર વૃદ્ધ કહી રહ્યા છે કે 200 રૂપિયા લઈ લો. આ ઘટના મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસાની છે. જે વ્યક્તિને માર મારવામાં આવ્યો તે વૃદ્ધ રતલામ જિલ્લાના સરસીના ભંવરલાલ ચત્તર જૈન છે, જેમની ઉંમર 65 વર્ષ હતી. તે માનસિક રૂપથી નબળા હતા. 

આ પણ વાંચોઃ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર અધીર રંજનનું વિવાદીટ ટ્વીટ, ડિલીટ કરી કહ્યું- મારૂ એકાઉન્ટ હેક થયું 

ચોંકાવનારી વાત છે કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાના એક દિવસ પહેલા પોલીસે વૃદ્ધ વ્યક્તિનો ફોટો જાહેર કર્યો હતો. આ વ્યક્તિનો મૃતદેહ રામપુરા રોડ મારૂતિ શો-રૂમની પાસે મળ્યો હતો. જેની ઓળખ ભવંરલાલ જૈનથી થઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મૃતકના ભાઈ અને ગામના લોકો મનાસા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. 

કોણ છે આરોપી
પોલીસે વૃદ્ધને માર મારનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. મારપીટ કરનાર આરોપી દિનેશ કુશવાહ છે, જે મનાસાનો રહેવાસી છે. તે ભાજપના પૂર્વ પાર્ષદનો પતિ છે. પોલીસે આ મામલામાં 302 આઈપીસીની કલમ હેઠળ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે. 

મનાસા ટીઆઈના એલ ડાંગી ટી આઈ (SHO) એ જણાવ્યું કે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ અન્ય લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ PK લાવશે બિહારમાં પરિવર્તન, કહ્યું; 'વિકાસની બ્લૂ પ્રિન્ટ રાખીશું અને જનતાને દેખાડીશું'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More