Home> India
Advertisement
Prev
Next

ઉત્તરકાશી ટનલ અકસ્માતઃ 'આ એકદમ યુદ્ધ જેવી સ્થિતિ', ટનલમાં ફસાયેલા મજૂરો ક્યારે બહાર આવશે? એનડીએમએ જણાવ્યું

Uttarkashi Tunnel Rescue Latest Update:ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનનો સ્ટોક લીધો હતો. તેમણે અધિકારીઓ પાસેથી સુરંગમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની માહિતી પણ લીધી હતી. બીજી તરફ સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે.

ઉત્તરકાશી ટનલ અકસ્માતઃ 'આ એકદમ યુદ્ધ જેવી સ્થિતિ', ટનલમાં ફસાયેલા મજૂરો ક્યારે બહાર આવશે? એનડીએમએ જણાવ્યું

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલક્યારા સુરંગ દુર્ઘટનામાં 41 મજૂરોના શ્વાસ તાળવે ચોંટ્યા છે. સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે દિવસ-રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ પત્રકાર પરિષદ યોજી રેસ્ક્યૂ ઓપરેશન વિશે માહિતી આપી છે. NDMA એ શનિવારે કહ્યું કે ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાનમાં સમય લાગી શકે છે કારણ કે ઓગર મશીનમાં વારેવારે ખરાબી આવી રહી છે. NDMA ના સભ્ય લેફ્ટિનેન્ટ જનરસ સૈયદ અતા હસનૈન (સેવાનિવૃત્ત) એ કહ્યું- સારા સમાચાર છે કે તમામ 41 મજૂરો ઠીક છે. તેમની પાસે તમામ વસ્તુ પહોંચી રહી છે. મજૂરોના પરિવારજનો પણ આવી ગયા છે, મજૂરોએ તેમના પરિવારો સાથે વાત કરી છે. જ્યાં સુધી બચાવ અભિયાનનો સવાલ છે, કેટલીક સમસ્યાઓ છે, જેનો અમે સામનો કરી રહ્યાં છીએ. ઓગર મશીનમાં ખરાબી આવી છે અને તેનો કેટલોક ભાગ બહાર આવ્યો નથી. ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામાં આવતા ઓગર મશીનના ભાગને બહાર લાવવા માટે અદ્યતન મશીનરીની જરૂર છે. તે ટૂંક સમયમાં ટનલ સાઇટ પર પહોંચી જશે.

એનએચએઆઈના સભ્ય વિશાલ ચૌહાણે જણાવ્યું- અમે 47 મીટર સુધી પહોંચી ગયા છીએ. અમારે હજુ 12-15 મીટર સુધી જવાનું છે. અહીં 10, 12 કે 14 મીટર હોઈ શકે છે, હવે અમારે મેન્યુઅલી જવું પડશે. એવી ઘણી વસ્તુ છે જેના વિશે ભવિષ્યવાણી ન કરી શકાય પરંતુ અમારી પ્રથમ પ્રાથમિકતા શ્રમિકોને બચાવવાની છે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના સિલક્યારામાં ટનલ રેસ્ક્યૂ ઓપરેશની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ પાસે ટનલમાં ચાલી રહેતા રાહત તથા બચાવ કાર્યોના સંબંધમાં પણ જાણકારી લીધી. તેમણે ઓગર મશીનની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીઓએ અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યું કે પાઇપમાં ફસાયેલી ઓગર મશીનને જલ્દી હટાવવામાં આવે.

હજુ લાગશે સમય
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે કહ્યું કે ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સમય લાગી શકે છે, કારણ કે ઓગર મશીનમાં વારંવાર ખરાબી આવી રહી છે. તેમણે કહ્યું કે ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વર્ટિકલ 'ડ્રિલિંગ' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બચાવ કાર્યોની પ્રગતિ વિશે મીડિયાને જાણકારી આપતા એનડીએમએ સભ્ય લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈને કહ્યું કે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં સમય લાગશે કારણ કે બધુ સાવધાનીથી કરવું પડશે. તેમણે કહ્યું કે હવે ધ્યાન વર્ટિકલ ડ્રિલિંગ પર છે અને અભિયાન આગામી 24થી 36 કલાકમાં શરૂ થઈ શકે છે કારણ કે મશીનને ટનકના ઉપરી ભાગમાં એક પ્લેટફોર્મ પર રાખી શકાય છે. તેમણે કહ્યું કે ટનલના ઉપરી ભાગ પર પહોંચવા માટે લગભગ 86 મીટર સુધી વર્ટિકલ ડ્રિલિંગની જરૂરીયાત છે.

12 નવેમ્બરે થઈ હતી દુર્ઘટના
ચારધાન યાત્રા માર્ગ પર બની રહેલી ટનલનો એક ભાગ 12 નવેમ્બરે ધરાશાયી થઈ ગયો હતો, જેનાથી તેમાં કામ કરી રહેલા 41 શ્રમિક ફસાઈ ગયા હતા. ત્યારથી વિવિધ એજન્સીઓ તેને બહાર કાઢવા માટે યુદ્ધસ્તર પર બચાવ અભિયાન ચલાવી રહ્યાં છે. એનડીએમએના સભ્યએ કહ્યું કે ખુબ મુશ્કેલ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં બે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ત્રીજો પ્રયોગ જે ડ્રાફ્ટ પ્લાન છે તેનો પણ જલ્દી ઉપયોગ કરી શકાય છે. તેમણે કહ્યું કે હાલમાં 47-મીટર હોરિઝોન્ટલ ડ્રિલિંગ પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે ઓગર મશીનના તૂટેલા ભાગને દૂર કરવો પડશે અને 'ડ્રિલ્ડ' સ્ટ્રક્ચરને સ્થિર રાખવું પડશે. શ્રમિકોને બહાર કાઢવા માટે ટનલના ધારાશાયી ભાગમાં કરવામાં આવી રહેલી ડ્રિલિંગ શુક્રવારે રાત્રે ફરી રોકવી પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More