Home> India
Advertisement
Prev
Next

રાફેલ પર CAGના રિપોર્ટથી આક્રમક બનેલી કોંગ્રેસ બેકફૂટ પર!, જેટલીએ કહ્યું- 'સત્યમેવ જયતે'

રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ  કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે. કેગના આ રિપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે એવું ન બની શકે કે, સુપ્રીમ કોર્ટ પણ ખોટી, કેગ પણ ખોટું અને ફક્ત પરિવારવાદ જ સાચા. તેમણે કહ્યું કે કેગના રિપોર્ટથી મહાજૂઠબંધનનો ચહેરો બેનકાબ થયો છે. 

રાફેલ પર CAGના રિપોર્ટથી આક્રમક બનેલી કોંગ્રેસ બેકફૂટ પર!, જેટલીએ કહ્યું- 'સત્યમેવ જયતે'

નવી દિલ્હી: રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ  કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ મુજબ રાફેલ ડીલ 2. 86 ટકા સસ્તી છે. કેગના રિપોર્ટ મુજબ 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલની ડીલમાં 17.08 ટકા નાણા બચાવ્યાં છે. અત્રે જણાવવાનું કે મોદી સરકારના સમયમાં 2016માં 36 રાફેલ ફાઈટર વિમાનોની  ખરીદીની ડીલ થઈ હતી. આ અગાઉ યુપીએના સમયમાં 126 રાફેલ વિમાનો ખરીદવાનું નક્કી થયું હતું પણ અનેક શરતો પર સમાધાન ન થતા ડીલ શક્ય ન બની. કેગના આ રિપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે એવું ન બની શકે કે, સુપ્રીમ કોર્ટ પણ ખોટી, કેગ પણ ખોટું અને ફક્ત પરિવારવાદ જ સાચા. તેમણે કહ્યું કે કેગના રિપોર્ટથી મહાજૂઠબંધનનો ચહેરો બેનકાબ થયો છે. 

જેટલીએ ટ્વિટ કરીને કહ્યું કે સત્યમેવ જયતે... સત્યની હંમેશા જીત થાય છે. રાફેલ મુદ્દે કેગના રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 2016 વિરુદ્ધ 2007ની કિંમત, ઓછા ભાવ, ઝડપી ડિલિવરી, સારા મેઈન્ટેનન્સ, લોઅર એસ્કેલેશન. કોંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે એમ ન કહી શકાય કે સુપ્રીમ કોર્ટ ખોટી છે, કેગ ખોટું છે, માત્ર એક પરિવાર સાચો છે. 

જેટલીએ કહ્યું કે જે લોકો સતત ખોટું બોલી રહ્યાં હોય, તેમને લોકતંત્ર કેવી રીતે દંડિત કરે. તેમણે હ્યું કે મહાજૂઠબંધનનો જૂઠ્ઠાણા પર્દાફાશ થઈ ગયો. 

રાફેલ: રાજ્યસભામાં રજુ કરાયો CAGનો રિપોર્ટ, ડીલ 2.86% સસ્તી, મોદી સરકારે 17.08% બચાવ્યાં પૈસા

રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું છે?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 126 વિમાનો માટે કરવામાં આવેલી ડીલની સરખામણીમાં ભારતે ભારતીય જરૂરિયાતો મુજબ કરાવેલા પરિવર્તનો સાથે 36 રાફેલ વિમાનોની ડીલમાં 17.08 ટકા રકમ બચાવી છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલા 18 રાફેલ વિમાનોની ડિલિવરીનું શેડ્યુલ તે શેડ્યુલ કરતા પાંચ મહિના સારું છે. જે 128 વિમાનોની પ્રસ્તાવિત ડીલમાં હતું. રાજ્યસભામાં રજુ કરાયેલી ભારતીય વાયુસનાની કેપિટલ એક્વિઝિશન્સ પર સીએજી રિપોર્ટમાં 16 પાનામાં રાફેલ ડીલની જાણકારી આપવામાં આવી છે. 

આ સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે ઓડિટમાં જોવા મળ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ASQR (એર સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ્સ)ની વ્યાખ્યા નક્કી નહતી. પરિણામે કોઈ પણ વેન્ડર ASQRનું સંપૂર્ણ રીતે પાલન કરી શક્યો નહીં. પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ દરમિયાન ASQR સતત બદલાતા રહ્યાં. જેના કારણે ટેક્નિકલ તથા કિંમતોના મૂલ્યાંકન સમયે મુશ્કેલીઓ ઊભી થઈ તથા પ્રતિસ્પર્ધક ટેંડરિંગને નુકસાન પહોંચ્યું. જે એક્વિઝિશન પ્રક્રિયામાં વિલંબનું મુખ્ય કારણ રહ્યું. 

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રક્ષા મંત્રાલયની ટીમે માર્ચ 2015માં ભલામણ કરી હતી કે 126 વિમાનોની ડીલને રદ કરી નાખવામાં આવે. ટીમે કહ્યું હતું કે દસોલ્ટ એવિએશન સૌથી ઓછી કિંમતે આપનાર નથી, તથા EADS( યુરોપિયન એરોનોટિક ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની) ટેન્ડર રિક્વાયરમેન્ટને સંપૂર્ણ રીતે પૂરી કરતી નથી. 

fallbacks

કેગના રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યાં સવાલ
જો કે કોંગ્રેસે કેગના રિપોર્ટ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. 141 પાનાના આ રિપોર્ટ બાદ રાજ્યસભામાં હંગામો થયો છે. જેના કારણે રાજ્યસભાની  કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. લોકસભામાં પણ ટીડીપી અને ટીએમસીના સભ્યોના હોબાળાના કારણે કાર્યવાહી થઈ શકી નહીં. અને 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. 

આ બાજુ રાફેલ ડીલને લઈને કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન સાંસદોએ ચોકીદાર ચોર હૈના નારા પણ લગાવ્યાં. વિરોધ પ્રદર્શન દરમિયાન સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ હાજર હતાં. 

રાફેલ પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધ્યું
રાફેલ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધનું સ્તર મંગળવારે સાવ નીચલી કક્ષાએ પહોંચી ગયું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશદ્રોહ અને અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો. જેના પર પલટવાર કરતા ભાજપે દાવો કર્યો કે તેમણએ વિદેશી કંપનીઓ માટે લોબિસ્ટની ભૂમિકા ભજવી. 

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પલટવાર કરતા કહ્યું હતું કે ગાંધી પરિવારનો દેશને લૂંટવાનો ઈતિહાસ રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ બેશર્મી અને બેજવાબદારીની પરાકાષ્ઠા છે કે કોંગ્રેસ અધ્યક્ષ 'ઈમાનદાર' વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કાદવ ઉછાળી રહ્યાં છે. 

fallbacks

પીએમ મોદી પર તાજા પ્રહારોમાં ગાંધીએ 28 માર્ચ 2015ના એરબસના કાર્યકારી નિકોલસ કેમસ્કી દ્વારા કથિત રીતે લખાયેલા ઈમેઈલને મીડિયામાં જાહેર કર્યો. સબ્જેક્ટમાં અંબાણી લખેલા આ મેઈલને 3 લોકોને મોકલવામાં આવ્યો હતો. ઈમેઈલનો સંદર્ભ આપતા રાહુલે દાવો કર્યો હતો કે 2015માં મોદીના પ્રવાસ દરમિયાન ભારત અને ફ્રાન્સ દ્વારા  કરાયેલી રાફેલ ડીલની જાહેરાત અગાઉ જ અંબાણીને આ અંગે જાણકારી હતી. 

તેમણે કહ્યું કે અંબાણીને જાણકારી હોવી એ સરકારી ગોપનીયતાનો ભંગ છે. મોદીને આ કામ માટે 'જેલ મોકલવા' જોઈએ. રાહુલ ગાંધીને જૂઠની મશીન ગણાવતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઈમેઈલ હેલિકોપ્ટર ડીલ સંલગ્ન હતો, રાફેલ ખરીદી માટે નહીં. તેમણે એરબસ ઉપર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે યુરોપીય વિમાન નિર્માતા કંપની પૂર્વની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર દરમિયાન થયેલી ડીલને લઈને શંકાના દાયરામાં છે. 

આ બાજુ ગાંધીના દાવા પર પ્રતિક્રિયા આપતા અંબાણીની રિલાયન્સ ડિફેન્સે કહ્યું કે ઈમેઈલમાં જેનો ઉલ્લેખ છે 'પ્રસ્તાવિત એમઓયુ' એરબસ હેલિકોપ્ટર માટે તેમના સહયોગને લઈને કરાયો છે. તેનો ફાઈટર વિમાન ડીલ સાથે કોઈ 'લેવાદેવા' નથી. 

દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More