Home> India
Advertisement
Prev
Next

એનસીપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 કિમી વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધની કરી માગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મતદાન પહેલા પત્ર લખીને ચૂંટણી આયોગને પોલિંગ બુથ અને સ્ટોંગ રૂમના 3 કિલોમીટર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થવા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. 

એનસીપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 કિમી વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધની કરી માગ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. વોટિંગ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ વીવીપેટ અને ઈવીએમ હેક થવાની આશંકા વ્યક્ત કરતા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થવા સુધી પોલિંગ બૂથો અને સ્ટોંગ રૂમના ત્રણ કિલોમીટર વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. એનસીપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે. 

એનસીપી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે 'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, જેમાં 8 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં મતદાન પ્રક્રિયા ચૂંટણી આયોગના નિર્દેશો અનુસાર ઈવીએમ અને વીવીપેટના માધ્યમથી કરવામાં આવશે.' એનસીપીએ લખ્યું કે, મહારાષ્ટ્રના લોકોને તે વાતની આશંકા છે કે ઈવીએમ અને વીવીપેટને હેક કરી શકાય છે. હકીકતમાં તેનું કહેવું છે કે આવી સ્થિતિમાં તે જેને મત આપશે, તેનો મત પોતાના ઉમેદવાર પાસે ન જઈને બીજાની પાસે જતો રહેશે.
fallbacks

પત્રમાં કહેવામાં આવ્યું, 'આ હેકિંગ પ્રોફેશનલ હેકર્સ દ્વારા મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. આ પ્રકારની કોઈ ક્રિમિનલ ગતિવિધિ ન થાય જેથી અમે આગ્રહ કરીએ છીએ કે તમે મહારાષ્ટ્રમાં તે વાતની સૂચના આપી દો કે 21 ઓક્ટોબર 2019ના મતદાન શરૂ થવાથી લઈને 24 ઓક્ટોબરે મતની ગણના સુધી પોલિંગ બૂથો અને સ્ટોંગ રૂમની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ રહેશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More