Home> India
Advertisement
Prev
Next

Maharashtra: મહાવિકાસ આઘાડીમાં ફાટફૂટ!, મંત્રીપદ ન મળતા NCPના દિગ્ગજ નેતા નારાજ, રાજીનામાની જાહેરાત

મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રકાશ સોલંકે (Prakash Solanke)  આજે પોતાનું રાજીનામું સોંપી શકે છે. પ્રદેશની બિડ જિલ્લાના માઝલગાંવ સીટથી એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકે ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી ન બનાવવાના કારણે નારાજ છે.

Maharashtra: મહાવિકાસ આઘાડીમાં ફાટફૂટ!, મંત્રીપદ ન મળતા NCPના દિગ્ગજ નેતા નારાજ, રાજીનામાની જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના નેતૃત્વમાં ચાલી રહેલી મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ની સરકારમાં બધુ ઠીકઠાક નથી. સોમવારે કેબિનેટના પહેલા વિસ્તરણ બાદ ત્રણેય પક્ષોમાં ખુલીને વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં આવું એટલા માટે કહેવાય છે કારણ કે એનસીપી (NCP) માંથી ચારવાર ધારાસભ્ય રહી ચૂકેલા પ્રકાશ સોલંકે મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે ખુબ નારાજ છે. સોલંકેએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ  બાજુ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. 

Year Ender 2019: દેશના રાજકારણમાં આ દિવસે નવો ઈતિહાસ રચાયો, જાણો વર્ષની મહત્વની ઘટનાઓ

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રકાશ સોલંકે (Prakash Solanke)  આજે પોતાનું રાજીનામું સોંપી શકે છે. પ્રદેશની બિડ જિલ્લાના માઝલગાંવ સીટથી એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકે ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી ન બનાવવાના કારણે નારાજ છે. સૂત્રોનું માનીએ તો સોલંકે આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાના વિધાયકી પદેથી રાજીનામું આપવાની તૈયારીમાં છે. એનસીપી તેમને મનાવવામાં લાગી છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓમાં નારાજગી વધી ગઈ છે. કોંગ્રેસના નેતાઓ પણ સોનિયા ગાંધીને ફરિયાદ કરવા દિલ્હી પહોંચ્યા હતાં. 

fallbacks

(એનસીપી નેતા પ્રકાશ સોલંકે)

મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ

આ બાજુ કોંગ્રેસના કોટામાંથી મંત્રી બનેલા નેતાઓએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મંગળવારે દિલ્હીમાં મુલાકાત કરી. મંત્રીઓ સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, કે સી વેણુગોપાલ, અને પાર્ટી સચિવ આશીષ દુઆ પણ હતાં. બાળાસાહેબ થોરાટ, અશોક ચૌહાણ સહિત સોમવારે શપથ લેનારા તમામ વરિષ્ઠ મંત્રીઓએ પણ પાર્ટી નેતૃત્વ સાથે મુલાકાત કરી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પ્રદેશ કોંગ્રેસની અંદર અસંતોષની વાત સામે આવી છે અને કેટલાક વિરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે મંત્રીમંડળના વિસ્તારમાં તેમની અવગણના કરવામાં આવી છે. બે વાર  ધારાસભ્ય બનેલા મુંબઈના અમીન પટેલ પણ કેબિનેટમાં સ્થાન મળશે તેવી આશા સેવી રહ્યાં હતાં. પરંતુ તેમના જૂનિયર ધારાસભ્યો અસલમ શેખ અને વર્ષા ગાયકવાડને મંત્રીમંડળમાં સામેલ કરાયા અને તેમને નજરઅંદાજ કરવામાં આવ્યાં. 

આ બાજુ શિવસેનાના મજબુત નેતા ગણાતા સંજય રાઉત પણ નારાજ હોવાનું કહેવાય છે. કેબિનેટ વિસ્તરણ વખતે તેઓ હાજર રહ્યાં નહતા જેને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે. કહેવાય છે કે સંજય રાઉત ઉદ્ધવ સરકારમાં પોતાના ભાઈ સુનીલ રાઉતને સ્થાન ન મળવાને લઈને નારાજ છે. એટલું જ નહીં કેબિનેટમાં સંજય રાઉતના નીકટના ધારાસભ્યોને પણ જગ્યા મળી નથી હોવાનું કહેવાય છે. સંજય રાઉતના ભાઈ મુંબઈના વિક્રોલીથી ધારાસભ્ય છે. વિસ્તરણ વખતે મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર ગણાતા હતાં. જો કે સંજય રાઉતે આ અંગે સાર્વજનિક કોઈ નારાજગી વ્યક્ત કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More