Home> India
Advertisement
Prev
Next

PM મોદીને મળ્યા NCP ચીફ શરદ પવાર, 20 મિનિટ સુધી ચાલી મુલાકાત

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત પ્રધાનમંત્રી ઓફિસમાં બપોરે 12.20થી 12.40 વચ્ચે એટલે કે લગભગ 20 મિનિટ સુધી ચાલી

PM મોદીને મળ્યા NCP ચીફ શરદ પવાર, 20 મિનિટ સુધી ચાલી મુલાકાત

નવી દિલ્હી: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત પ્રધાનમંત્રી ઓફિસમાં બપોરે 12.20થી 12.40 વચ્ચે એટલે કે લગભગ 20 મિનિટ સુધી ચાલી. હાલ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસમાં જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તે વચ્ચે આ મુલાકાતને ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવારની મુલાકાત પર બધાની નજર ટકેલી હોય છે. વાત જાણે એમ છે કે ઈડીએ મહારાષ્ટ્રના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેની અસર રાજકીય વર્તુળમાં પણ જોવા મળી રહી છે. 

શરદ પવારની ડિનર ડિપ્લોમસી
મહારાષ્ટ્રના રાજકારણમાં કઈક તો નવું રંધાઈ રહ્યું છે અને આ સવાલ એટલા માટે પણ થાય છે કારણ કે મંગળવારે મહારાષ્ટ્રના વિધાયકો માટે દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે પોતાના ઘરે ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં તમામ પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સામેલ હતા.

ઈડીએ શિવસેનાના નેતા સંજય રાઉત ઉપર કરેલી કાર્યવાહીથી શિવસેના અને ભાજપ આમને સામને છે. આવામાં સંજય રાઉત અને  ભાજપના નેતાઓનું એક જ ડિનર પાર્ટીમાં હોવું અનેક અટકળોને જન્મ આપે છે. અત્રે જણાવવાનું કે સંજય રાઉત કેટલાય સમયથી સતત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર નિશાન સાધે છે. 

બુચા નરસંહાર પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

હિજાબ વિવાદમાં હવે અલ કાયદાની એન્ટ્રી, 'અલ્લાહ હૂ અકબર'ના નારા લગાવનારી મુસ્કાનના કર્યા વખાણ

 ગોરખનાથ મંદિર હુમલા મામલે થયા અત્યંત ચોંકાવનારા ખુલાસા, જાણીને દંગ રહી જશો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More