Home> India
Advertisement
Prev
Next

National Herald Case: સોનિયા ગાંધીને ED નું તેડું, ભડકેલા કોંગ્રેસ કાર્યકરોએ પોતાના જ પાર્ટી નેતાની કાર ફૂંકી મારી

National Herald Case: આજે ઈડી ઓફિસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસ મામલે પૂછપરછ થઈ . આ અગાઉ આ મામલે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોનું પ્રદર્શન ચાલુ છે. દિલ્હી પોલીસ પણ એલર્ટ મોડ પર છે. પોલીસે કોંગ્રેસના હેડક્વાર્ટર બહાર બેરિકેડ્સ લગાવી દીધા છે.

National Herald Case: સોનિયા ગાંધીને ED નું તેડું, ભડકેલા કોંગ્રેસ કાર્યકરોએ પોતાના જ પાર્ટી નેતાની કાર ફૂંકી મારી

National Herald Case: આજે ઈડી ઓફિસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસ મામલે પૂછપરછ થઈ.  આ અગાઉ આ મામલે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોનું પ્રદર્શન ચાલુ છે. દિલ્હી પોલીસ પણ એલર્ટ મોડ પર છે. પોલીસે કોંગ્રેસના હેડક્વાર્ટર બહાર બેરિકેડ્સ લગાવી દીધા છે. દેશમાં ઠેર ઠેર કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક લોકોની અટકાયત પણ થઈ છે. 

કાર્યકરોએ પાર્ટી નેતાની જ કાર ફૂંકી મારી
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ ચાલુ છે. દેશના વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસ કાર્યકરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. બેંગ્લુરૂમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કર્યું અને એક સેન્ટ્રોકાર ફૂંકી મારી. એવું કહેવાય છે કે આ કાર એક કોંગ્રેસ કાર્યકરની જ હતી. જેમાં વિરોધ જતાવવા માટે આ હરકતને અંજામ અપાયો. આ ઉપરાંત શેષાદ્રીપુરમ, નહેરું જંકશન ઉપર પણ એક કાર ફૂંકી મારી હોવાની માહિતી મળી છે. જેની પુષ્ટિ થવાની બાકી છે. 

સોનિયા ગાધી ઈડી ઓફિસ પહોંચ્યા
સોનિયા ગાંધી ઈડીની ઓફિસ પહોંચી ગયા છે. ઈડી દ્વારા તેમની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. 

ઈડી ઓફિસ રવાના
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ઈડી ઓફિસ જવા માટે રવાના થયા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ છે. ઈડી ઓફિસ જતા પહેલા સોનિયા ગાંધીએ કહ્યું કે હું ઈન્દિરા ગાંધીજીની વહુ છું, હું કોઈનાથી ડરતી નથી. 

સોનિયા ગાંધીએ ઈડીની કરી અપીલ
ઈડીની પૂછપરછ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અપીલ કરી છે. તેમણે પ્રિયંકા ગાંધીને પૂછપરછ સમયે સાથે રાખવાની માંગણી કરી છે. 

CM ગેહલોતે કર્યા આકરા પ્રહાર
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈડીએ ગત વખતે રાહુલ ગાંધીને બોલાવ્યા અને 50 કલાક સુધી પૂછપરછ કરી. આજે ઈડીએ સોનિયા ગાંધીને બોલવ્યા છે. દુનિયા જાણે છે કે સોનિયા ગાંધી ત્યાગની મૂર્તિ છે. તેમણે પ્રધાનમંત્રી પદ ઠુકરાવ્યું. જેમણે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની શહાદત જોઈ હોય. તેવી મહિલાને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સરકારને શરમ આવવી જોઈએ. તેમને આ ઉંમરમાં પૂછપરછ માટે બોલવવામાં આવ્યા છે. પરંતુ જો કઈ પૂછવું જ હતું તો ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ ઘરે જઈને પૂછી શકતા હતા. 

કાર્યકરોનું પ્રદર્શન, પ્રિયંકા પહોંચ્યા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ પહોંચ્યા છે. બીજી બાજુ સોનિયા ગાંધી ઈડી સામે હાજર થાય તે પહેલા કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રદર્શન કર્યું. 

કોંગ્રેસ કાર્યકરો લોકતંત્રને બચાવવા માટે સંઘર્ષ કરશે
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવતે ટ્વીટ કરીને કહ્યું કે આજે આખા દેશમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને લોકતંત્ર બચાવોના નારા સાથે લોકતંત્ર અને ભારતીય ગણતંત્રના બંધારણીય મૂલ્યોની રક્ષા માટે સંઘર્ષ કરશે. અવાજ ઉઠાવશે. ભારત માતાની જયના નારા સાથે કોંગ્રેસજનો આજે એવી તાકાતો કે જે લોકતંત્રને કચડવા માંગે છે જે વિપક્ષના અવાજને બંધ કરવા માંગે છે, જે આપણા બંધારણીય લોકતંત્ર વિરુદ્ધ છે એક જબરદસ્ત સિંહનાદ કરીશું. લોકતંત્ર જિંદાબાદ, સોનિયા ગાંધી જિંદાબાદ!

ઈડીની કાર્યવાહી પર ભાજપ કોંગ્રેસ આમને સામને
સોનિયા ગાંધી પર ઈડીની કાર્યવાહી અંગે  ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. જ્યાં કોંગ્રેસ એકબાજુ કેન્દ્ર સરકાર પર ઈડીનું રાજકીય રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે ત્યાં ભાજપનું કહેવું છે કે તપાસ એજન્સી પોતાનું કામ કરે છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આજે સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ થવાની છે. તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સત્યાગ્રહ કરશે. આ સત્યાગ્રહ નહીં પરંતુ દેશ અને દેશના કાયદા, દેશની સંસ્થાઓ વિરુદ્ધ દુરાગ્રહ છે. બીજી બાજુ કોંગ્રેસે પણ આ મુદ્દે સદનમાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. 

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ મામલે આરોપી છે અને તેઓ બંને જામીન પર છે. તેમના પર ફ્રોડનો આરોપ છે. તેમણે કહ્યું કે એકબાજુ અમે છીએ કે જે કાયદાનું, સંસ્થાઓનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ તેમનું આચરણ જૂઓ. તેમના મુખ્યમંત્રી દિલ્હીમાં બેઠા છે. બધા એમપી સદન છોડીને, તેમના સમર્થનમાં ઈડી અને અન્ય સંસ્થાઓનું મનોબળ તોડી રહ્યા છે. ગેરકાયદેસર રીતે નેશનલ હેરાલ્ડની બધી સંપત્તિ યંગ ઈન્ડિયાને આપી દેવાઈ. નેશનલ હેરાલ્ડ પાસે હજારો કરોડની સંપત્તિ છે. અનેક શહેરોમાં આ સંપત્તિ છે. જેની જમીનને કોંગ્રેસ સરકારોએ સસ્તા ભાવે આપી. તેનાથી હજારો કરોડનું ભાડું આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More