Home> India
Advertisement
Prev
Next

આજે પીએમ વારાણસીમાં કરશે એવી હજારો કરોડની જાહેરાત કે ભુલાઈ જશે બીજા તમામ સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ની એક દિવસની મુલાકાત લેશે. તેઓ આજે અલગઅલગ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને અંતે એક જનસભાને સંબોધિક કરશે. 

આજે પીએમ વારાણસીમાં કરશે એવી હજારો કરોડની જાહેરાત કે ભુલાઈ જશે બીજા તમામ સમાચાર

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ 30 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી દેખાડશે. આ આ પ્રાઈવેટ ટ્રેન 3 ધાર્મિક શહેર-વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વર જેવા જ્યોર્તિલિંગોના દર્શન કરાવશે. પીએમ મોદી સાંજે 4 વાગ્યા સુધી ત્યાં વારાણસીમાં રહેશે.

આજે ત્રીજી વખત દિલ્હીના CM બનશે અરવિંદ કેજરીવાલ, છ મંત્રીઓ પણ લેશે શપથ

પીએમ મોદી વારાણસીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મારક પર 63 ફૂટ ઉંચી પ્રતિમાનું પણ અનાવરણ કરશે. દેશમાં તેમની આ સૌથી ઉંચી પ્રતિમા છે. આ ઉપરાંત પીએમ મોદી ‘કાશી એક,રૂપ અનેક’કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા ખરીદદારો અને કારીગરો સાથે વાતચીત કરશે.

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં મોદીજી આવે કે ન આવે પણ 50 Special Guestને ખાસ આમંત્રણ 

પીએમ મોદી જે 30થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનામાં છે તેમાં બીએચયૂમાં 430 બેડ સુપર સ્પેશિયલાટી હોસ્પિટલ અને 74 બેડવાળા સાઈકિએટ્રી હોસ્પિટલનું ઉદ્ઘાટન સામેલ છે. તે સિવાય તેઓ જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દીના સમાપન સમારોહમાં સામેલ થશે. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં નેતા અરવિંદ કેજરીવાલ સીએમ પદની શપથ લેશે અને એ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે પીએમ મોદી આ દિવસે વારાણસીમાં હોવાના કારણે શપથગ્રહણમાં હાજર નહીં રહી શકે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકએક મિનિટનો કાર્યક્રમ

  • સવારે 9:00 વાગ્યે દિલ્હીથી પ્રસ્થાન
  • સવારે 9:20 કલાકે બાબતપુર એરપોર્ટ
  • સવારે 10:40 વાગ્યે બીએચયુ હેલિપેડ પર આગમન
  • સવારે 10:45 વાગ્યે બીએચયુથી જંગમવાડી મઠ માટે કારથી રવાના
  • બપોરે 11:00 વાગ્યે કાર્યક્રમ સ્થળ, જંગમવાડી
  • બપોરે 12:25 બીએચયુ હેલિપેડ
  • બપોરે 1:00થી 2:20 સુધી સંબોધન
  • બપોરે 3:00 વાગ્યે પંડિત દીન દયાળ હસ્ત કલા સંકુલ
  • બપોરે 3:00થી 4:10 સુધી કાશીમાં અને કાર્યક્રમમાં હાજરી 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More