Home> India
Advertisement
Prev
Next

દેશ 'ફેમિલી ફર્સ્ટ'ને નહીં, 'ઈન્ડિયા ફર્સ્ટ'ને ચૂંટી રહ્યો છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પોતાના આક્રમક પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે દેશ એક મજબુત સરકાર ચૂંટી રહ્યો છે અને તે 'પરિવાર પ્રથમ' કરતા 'દેશ પ્રથમ'ને પસંદ કરી રહ્યો છે. 

દેશ 'ફેમિલી ફર્સ્ટ'ને નહીં, 'ઈન્ડિયા ફર્સ્ટ'ને ચૂંટી રહ્યો છે : PM મોદી

ચંડીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પોતાના આક્રમક પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે દેશ એક મજબુત સરકાર ચૂંટી રહ્યો છે અને તે 'પરિવાર પ્રથમ' કરતા 'દેશ પ્રથમ'ને પસંદ કરી રહ્યો છે. 

મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ

પીએમ મોદીએ આજે ચંડીગઢમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, 'દેશ મજબુત સરકાર ચૂંટી રહ્યો છે. અસહાય સરકાર નહીં. તે ઈન્ડિયા ફર્સ્ટ (દેશ પ્રથમ)ને પસંદ કરી રહ્યો છે, ફેમિલી ફર્સ્ટ (પરિવાર પ્રથમ)ને નહીં. વંશવાદને નહીં વિકાસને ચૂંટી રહ્યો છે.' તેમણે કહ્યું કે દેશ તેમને ચૂંટી રહ્યો છે જેમણે આતંકીઓને તેમના ગઢમાં માર્યા. 

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવા માટે ક્રિકેટનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એક ટુર્નામેન્ટ એટલા માટે બીજા દેશમાં કરાઈ કારણ કે ભારતમાં લોકસભા ચૂંટણી થઈ રહી હતી. તેમણે કહ્યું કે શું આ લોકસભા ચૂંટણી આ દેશમાં થઈ રહી છે કે નહીં? શું આઈપીએલ આ દેશમાં રમાઈ કે નહીં?

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે 2014માં કોંગ્રેસ અને તેમના મહામિલાવટી ગઠબંધન સહયોગી જનાદેશને પચાવી શક્યા નહતાં. તેમણે કહ્યું કે, 'છેલ્લા પાંચ વર્ષમાં તેમણે મારા દરેક નિર્ણય અને યોજનાનું અપમાન કરવાની કોશિશ કરી. જ્યારે મેં સ્વચ્છ ભારત યોજનાની જાહેરાત કરી તો તેમણે કહ્યું કે તેઓ લાલ કિલ્લાની પ્રાચિરથી શૌચાલયોની વાત કરી રહ્યાં છે અને તેમણે તેની મજાક ઉડાવી.' ચંડીગઢ લોકસભા બેઠક માટ ચૂંટણી છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More