Home> India
Advertisement
Prev
Next

આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી 'તીર્થ યાત્રા' સાથે કરતા આજે કહ્યું કે એવું લાગ્યું જાણે જનતા દેશના પુર્નજાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે કૃત સંકલ્પિત હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત પાર્ટીએ નહીં પરંતુ જનતાએ પણ લડી. વડાપ્રધાને આ ટિપ્પણી ભાજપના હેડક્વાર્ટરમાં આયોજિત મંત્રી પરિષદના સભ્યો માટે કરાયેલા 'સ્વાગત અને આભાર મિલન સમારોહ'માં કરી. 

આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી 'તીર્થ યાત્રા' સાથે કરતા આજે કહ્યું કે એવું લાગ્યું જાણે જનતા દેશના પુર્નજાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે કૃત સંકલ્પિત હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત પાર્ટીએ નહીં પરંતુ જનતાએ પણ લડી. વડાપ્રધાને આ ટિપ્પણી ભાજપના હેડક્વાર્ટરમાં આયોજિત મંત્રી પરિષદના સભ્યો માટે કરાયેલા 'સ્વાગત અને આભાર મિલન સમારોહ'માં કરી. 

ડિનર ડિપ્લોમસી પહેલા PM મોદી પહોંચ્યાં BJP હેડક્વાર્ટર, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાને મંત્રીઓને છેલ્લા પાંચ વર્ષોમાં તેમના કામકાજ અને સરકારની કલ્યાણ યોજનાઓને જમીન પર ઉતારવામાં માટે એક ટીમની જેમ કામ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. 

'આ ચૂંટણી રાજકારણથી અલગ છે'
વડાપ્રધાને કહ્યું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે. પરંતુ આ ચૂંટણી રાજકારણથી અલગ છે. આ ચૂંટણી જનતા તમામ પ્રકારની દીવાલો ઓળંગીને લડી રહી હતી. મેં અનેક વિધાનસભા ચૂંટણી અને ગત લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ભાગ લીધો છે. આ દરમિયાન દેશભરનો પ્રવાસ ખેડ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણી પ્રચાર મને એવો લાગ્યો જાણે કે તીર્થ યાત્રા હોય. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે એનડીએને એકજૂથ થઈને કામ કરવા પર ભાર મૂક્યો. 

જુઓ LIVE TV

બાદમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે મેં ટીમ મોદી સરકારને છેલ્લા પાંચ વર્ષો દરમિયાન તેમના આકરા પરિશ્રમ અને ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે અમે નવા ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ ગતિને જાળવી રાખીએ. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાના પૂર્વાનુમાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી પરિષદના સભ્યો સાથે અહીં મુલાકત કરી. 

આ  બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત એનડીએ સરકારમાં ઘટક પક્ષોના મંત્રીઓ પણ સામેલ થયા હતાં. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, રવિશંકર પ્રસાદ, રાધામોહન સિંહ, હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા પટેલ પણ સામેલ હતાં. 

એનડીએના નેતાઓની બેઠક થઈ
આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહની પહેલ પર એનડીએના ટોચના નેતાઓની સાથે ડિનર પર બેઠક થઈ. એનડીએની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર, તામિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામી, તથા એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાન શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ થયા. બેઠકમાં શિરોમણી અકાલી દળનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને પાર્ટીના નેતા સુખબીર સિંહ બાદલે કર્યું. એનડીએના નેતાઓએ આશા વ્યક્ત કરી કે એક્ઝિટ પોલની જેમ જ 23મી મેના રોજ મતગણતરી બાદ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં મજબુત સરકાર બનશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More