Home> India
Advertisement
Prev
Next

મહાબલીપુરમના બીચ પર ફેલાયેલો હતો પ્લાસ્ટિકનો કચરો, PM મોદીએ જાતે કરી સફાઈ, જુઓ VIDEO

સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું અને પોતે જાતે તે પ્લાસ્ટિકના કચરાને ઉઠાવીને બીચની સફાઈ કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને દેશભરમાં ચલાવવામાં આવેલી તેમની મુહિમને આગળ ધપાવી. 

મહાબલીપુરમના બીચ પર ફેલાયેલો હતો પ્લાસ્ટિકનો કચરો, PM મોદીએ જાતે કરી સફાઈ, જુઓ VIDEO

નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત (India) પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત અને બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહાબલીપુરમ(મમલ્લાપુરમ)માં છે. વહેલી સવારે તેઓ મહાબલીપુરમના બીચ પર પહોંચ્યા હતાં. અહીં સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું અને પોતે જાતે તે પ્લાસ્ટિકના કચરાને ઉઠાવીને બીચની સફાઈ કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને દેશભરમાં ચલાવવામાં આવેલી તેમની મુહિમને આગળ ધપાવી. 

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી આ બીચ સફાઈનો એક વીડિયો પણ શેર કર્યો. આ વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી સમુદ્ર તટ પર ફેલાયેલા પ્લાસ્ટિકના કચરા જેમ કે બોટલો, અને અન્ય કચરાને ભેગો કરતા જોવા મળ્યાં. તેમણે લગભગ અડધા કલાક સુધી બીચ પર સફાઈ અભિયાન ચલાવ્યું. 

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે કચરો ઉઠાવ્યાં બાદ તેમણે તેને હોટલ સ્ટાફ જયરાજને સોંપી દીધો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંદેશ આપતા કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણા સાર્વજનિક સ્થળો સ્વચ્છ રહે. આવો આપણ એ પણ સુનિશ્ચિત કરીએ કે આપણે ફીટ અને સ્વસ્થ રહીએ. 

જુઓ LIVE TV

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો સંદેશને માત્ર 26 મિનિટમાં જ 15 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો અને લગભગ સાડા પાંચ હજાર જેટલી કોમેન્ટ પણ આવી. બધા લોકોએ તેમના આ કાર્યને ખુબ બિરદાવ્યું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More