Home> India
Advertisement
Prev
Next

સોનિયા ગાંધીએ રાજકીય ઈનિંગનો અંત લાવવાના આપ્યા સંકેત, જાણો શું કહ્યું? 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે અને બંધારણીય સંસ્થાઓ પર RSS-BJP નો કબજો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે જનતાના કોંગ્રેસ સાથેના જોડાણને જીવંત કર્યું છે. 

સોનિયા ગાંધીએ રાજકીય ઈનિંગનો અંત લાવવાના આપ્યા સંકેત, જાણો શું કહ્યું? 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે અને બંધારણીય સંસ્થાઓ પર RSS-BJP નો કબજો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે જનતાના કોંગ્રેસ સાથેના જોડાણને જીવંત કર્યું છે. આ સાથે જ સોનિયા ગાંધીએ પોતાની રાજકીય ઈનિંગનો અંત લાવવાના પણ સંકેત આપ્યા. 

સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું. પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી. ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આજે દેશ અને કોંગ્રેસ માટે પડકારભર્યો સમય છે. દલિતો, લઘુમતીઓ, મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે. અને સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને સાથ આપી રહી છે. 

રાજકીય કારકિર્દીનો અંત લાવવાના આપ્યા સંકેત
સોનિયા ગાંધીએ પોતાની રાજકીય ઈનિંગનો અંત લાવવાના સંકેત આપતા કહ્યું કે ભારત જોડો યાત્રા સાથે તેમની રાજકીય ઈનિંગ ખતમ થઈ શકે છે. યુપીએ અધ્યક્ષે કહ્યું કે '2004 અને 2009માં અમારી જીતની સાથે સાથે ડો.મનમોહન સિંહના કુશળ નેતૃત્વએ મને વ્યક્તિગત સંતોષ આપ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ વાતની છે કે મારી ઈનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ. જે કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ.'

છોકરીઓ વચ્ચે બાથંબાથીમાં તમામ મર્યાદાઓ પાર, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, Video Viral

હવે વિદેશોમાં પણ વાગશે PM મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થવા જઈ રહી છે ભારતની આ સેવા

1 એપ્રિલથી NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાશે, આ દસ્તાવેજો આપવા પડશે

દેશના હિત માટે કોંગ્રેસ લડતી રહેશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સફળ થઈ છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ યાત્રાને શક્ય બનાવી. તેણે જનતા સાથે કોંગ્રેસના જોડાણને જીવંત કર્યું છે. કોંગ્રેસે કમર કસી લીધી છે કે દેશ બચાવવા માટે લડત લડીશું. કોંગ્રેસ દેશના હિતો માટે લડત લડશે. મજબૂત કાર્યકરો જ કોંગ્રેસની તાકાત છે. આપણને અનુશાસન સાથે કામ કરવાની જરૂર છે. જનતા સુધી આપણે આપણો સંદેશ પહોંચાડવો પડશે. સોનિયાએ અપીલ કરી છે કે અંગત હિતોને બાજુ પર રાખીને ત્યાગની જરૂર છે. પાર્ટીની જીત જ દેશની જીત હશે અને મલ્લિકાર્જૂન  ખડગેના નેતૃત્વમાં આપણે સફળ થઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More