Home> India
Advertisement
Prev
Next

મુસ્લિમ ધર્મગુરૂઓનો મહત્વનો નિર્ણય- નમાઝ ઘરેથી અદા કરવાની કરી જાહેરાત


કોરોના વાયરસના સંક્રમણને જોતા મુસ્લિમ સંપ્રદાયના ધર્મગુરૂઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાતનું સમર્થન કર્યું છે. 
 

મુસ્લિમ ધર્મગુરૂઓનો મહત્વનો નિર્ણય- નમાઝ ઘરેથી અદા કરવાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા મુસ્લિમ સંપ્રયાદના ધર્મગુરૂઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લૉકડાઉનનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન જુમાની નમાઝ મસ્જિદોમાં અદા કરવામાં આવસે નહીં. લોકો પોતાના ઘરમાં નમાઝ અદા કરશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે જે સોશલ ડિસ્ટેન્સિંગની વાત કરવામાં આવી છે તેને લઈને ધર્મગુરૂઓએ આ પગલું ભર્યું છે. 

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક ટ્વીટ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને આ અપીલ કરી છે કે લોકો ઝુમાની નમાઝ મસ્જિદોની જગ્યાએ પોતાના ઘરેથી અદા કરે. 

ઓવૈસીએ પણ કર્યું ટ્વીટ
 AIMIMના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને મુસ્લિમોને નમાજ ઘરમાં અદા કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું, 'તમામ મુસલમાનોને મારી અપીલ છે કે બરોજ જુમા, ઘર પર જુમાની નમાજ અદા કરે અને મસ્જિદોમાં ભેગા ન થાય. આ લડાઈને આગળ વધારવાની એકમાત્ર રીત છે. સામાજીત અંતર બનાવો. આપણે મોટી સભાઓને રોકવી જરૂરી હશે.'

ફતેહપુરી મસ્જિદના ઇમામ મુફ્તી મુક્કરમે પણ પાડી ના
ફતેહપુરી મસ્જિદના ઇમામ મુફ્તી મુક્કરમે કહ્યું, આ બીમારી ખુબ ખતરનાક છે. જ્યારે આ બીમારી ફેલાય છે તો ખ્યાલ પણ આવતો નથી. આ કારણે ભારત સરકારે લૉકડાઉન કર્યું અને જે એડવાઇઝરી જારી કરી છે તેના પર અમે અમલ કરી રહ્યાં છીએ. મસ્જિદોને અમે બંધ રાખી છે જેથી ભીડ ન થાય. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના વધુ સમાચાર

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More