Home> India
Advertisement
Prev
Next

મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી, મોડી રાત્રે લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું

મુંબઇમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. જ્યારે સ્પાઇસ ડેટની એસજી 6237 જયપુર-મુંબઇ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી.

મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી, મોડી રાત્રે લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું

નવી દિલ્હી/ મુંબઇ: મુંબઇમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. જ્યારે સ્પાઇસ ડેટની એસજી 6237 જયપુર-મુંબઇ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી. તે સમયે અચાનક ફ્લાઇટનું ફ્રન્ટ વ્હિલમાં ખામી સર્જાતો વિમાન રનવે પર ઢસડાયું હતું. આ ફ્લાઇટ જયપુરથી મુંબઇ આવી રહી હતી.

વધુમાં વાંચો:- મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર: અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી, 22 લોકોના મોત

મળતી જાણકારી અનુસાર, આ ફ્લાઇટ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બાદ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજા રનવે થી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નથી. બધા યાત્રીઓ સુરક્ષિત છે.

યાત્રિઓ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં પીળા ઓક્સીજન માસ્કને સીટોની ઉપર લટકતા અને યાત્રીઓને સ્પાઇસ ડેટની ઉડાન એસજી 6237થી બહાર નીકળવા માટે લાઇમાં ઉભા જોવા મળી રહ્યાં છે. ઘટના બાદ મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે અને ઉડાન સંચાલન માટે બીજા રનવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં વાંચો:- VIDEO: ફારુક અબ્દુલ્લાએ કહ્યું 370 અસ્થાયી હોય તો ભારતમાં કાશ્મીર વિલય પણ અસ્થાયી

અધિકારીઓએ જણાવ્યું કે, કેટલીક આતંરરાષ્ટ્રીય ફ્લાઇટને બેંગલુરૂ અને અમદાવાદ જેવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે, કર્નાટકના મેંગલોર આતંરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ સુરત એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પાઇસ જેટ ક્યૂ 400 એરક્રાફ્ટ વિમાન એસજી 3722 લેન્ડિંગ બાદ રનવે પર ઢસડાયું હતું. આ દુરઘટનામાં પણ કોઇ જાનહાની સર્જાઇ નહોતી.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More