Home> India
Advertisement
Prev
Next

Mumbai Rains: મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 14 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ

Mumbai Rains: મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 14 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ

મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આંધી ઉઠી. વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. મુંબઈમાં દિવસમાં અંધારપટ છવાઈ ગયો. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે આંધી તોફાનનું એલર્ટ પણ જાહેર કરાયું હતું. લેટેસ્ટ અપડેટ મુજબ હવામાનમાં પલટાના કારણે અનેક લોકોના ઘાયલ થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. એક હોર્ડિંગ નીચે દબાઈ જવાને લીધે 14 લોકોના દર્દનાક મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. 

મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ અચાનક ઉઠેલી આંધીના કારણે મુંબઈના પરા વિસ્તાર ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર મેટલનું બોર્ડ પડ્યું. જેના નીચે દબાઈને પહેલા 37 લોકો ઘાયલ થયાની જાણકારી સામે આવી હતી. પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ આ હોર્ડિંગ હજુ 20થી 30 લોકો ફસાયેલા હોવાની જાણકારી સામે આવી રહી છે. મૃતકોની સંખ્યા 14 પર પહોંચી છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

હોર્ડિંગનું થશે ઓડિટ
મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘાટકોપર વિસ્તારમાં આંધી તોફાનથી થયેલી તબાહીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. જ્યાં તેમણે અધિકારીઓને અનેક નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે લોકોને  બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. ઘટનામાં જે પણ લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે. જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મે સંબંધિત તમામ અધિકારીઓને મુંબઈમાં આવા બધા હોર્ડિંગ્સનું ઓડિટ કરવાના નિર્દેશ આપ્યા છે. ઘટના માટે જવાબદાર લોકો પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 

મેટ્રો રેલવેના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ પવન ફૂંકાવવાના કારણે વીજળીના તાર પર એક બેનર પડ્યા બાદ અંધેરી ઈસ્ટ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવાઓ પણ રોકવામાં આવી. એક અધિકારીએ જણાવ્યું કે ભારે પવનના કારણે થાણા અને મુલુંડ સ્ટેશન વચ્ચે એક થાંભલો ઝૂકી જવાના કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ છે. કલવા અને કેટલાક વિસ્તારોમાં વીજ કાપની સૂચના મળી છે. દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ, વિક્રોલીમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો. જ્યારે દક્ષિણ મંબઈના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. થાણા, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગરમાં પણ મધ્યમ સ્તરનો વરસાદ નોંધાયો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More