Home> India
Advertisement
Prev
Next

PAKમાં છૂપાઈ બેઠેલા દાઉદ ઈબ્રાહિમને મોટો ઝટકો, નીકટ ગણાતા ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાની ધરપકડ

અંડરવર્લ્ડ વિરુદ્ધની કાર્યવાહીમાં મુંબઈ પોલીસ (Mumbai Police) ને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ના નીકટના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા (Ejaz Lakdawala) ની પટણાથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એજાઝની પુત્રીની ધરપકડ બાદ મળી. ત્યાંથી જ તેમને એજાઝ પટણામાં હોવાની જાણકારી મળી. ત્યારબાદ તેને ઘેરવામાં આવ્યો. કોર્ટે લાકડાવાલાને 21 જાન્યુઆરી સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે. લાકડાવાલા 20 વર્ષથી ફરાર હતો. 

PAKમાં છૂપાઈ બેઠેલા દાઉદ ઈબ્રાહિમને મોટો ઝટકો, નીકટ ગણાતા ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાની ધરપકડ

મુંબઈ: અંડરવર્લ્ડ વિરુદ્ધની કાર્યવાહીમાં મુંબઈ પોલીસ (Mumbai Police) ને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ના નીકટના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા (Ejaz Lakdawala) ની પટણાથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એજાઝની પુત્રીની ધરપકડ બાદ મળી. ત્યાંથી જ તેમને એજાઝ પટણામાં હોવાની જાણકારી મળી. ત્યારબાદ તેને ઘેરવામાં આવ્યો. કોર્ટે લાકડાવાલાને 21 જાન્યુઆરી સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે. લાકડાવાલા 20 વર્ષથી ફરાર હતો. 

નિર્ભયા કેસ: ડેથ વોરન્ટ જાહેર થયા બાદ દાખલ થઈ પહેલી ક્યુરેટિવ પિટિશન, જાણો તેનો અર્થ

મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેએ મીડિયાને જણાવ્યું કે લાકડાવાલા વિરુદ્ધ એકલા મુંબઈમાં જ 25 કેસ દાખલ છે. જ્યારે રાજ્યમાં અન્ય 2 જગ્યાઓ ઉપર પણ તેના વિરુદ્ધ કેસ દાખલ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચનો એન્ટી એક્સટોર્શન સેલ અન્ય રાજ્યો સાથે પણ સંપર્ક કરી રહ્યું છે કે તેના વિરુદ્ધ અન્ય ક્યાંય કોઈ કેસ નોંધાયો છે કે નહીં?

આંખ ઊઘાડતો કિસ્સો...જે મહિલાઓ નાના બાળકો સાથે ટ્રેનમાં એકલી મુસાફરી કરતી હોય તે ખાસ વાંચે

જુઓ LIVE TV

સંજય બર્વેના જણાવ્યાં મુજબ ગત 28 ડિસેમ્રના રોજ લાકડાવાલાની પુત્રી સાનિયા શેખની ધરપકડ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ તેના વિરુદ્ધ બાકી કેસોની લંબા સમયથી તપાસ કરી રહી હતી. એન્ટી એક્સટોર્શન સેલ સાનિયા શેખને લાંબા સમયથી ટ્રેસ કરી રહ્યું હતું. તે લાકડાવાલાના નામે 5 કરોડની વસૂલી કરી રહી હતી. સાનિયાએ પૂછપરછમાં જણાવ્યું કે લાકડાવાલા નેપાળ ભાગવાની ફિરાકમાં છે. પૂછપરછમાં જ લાકડાવાલાનું લોકેશન ટ્રેસ થયું. 

ભારતને લોહીયાળ કરવા 40 રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં અપાઈ રહી છે આતંકી ટ્રેનિંગ, વિદેશથી આવ્યું ફંડ

ત્યારબાદ ગુપ્ત મિશન હેઠળ એન્ટી એક્સટોર્શન સેલની ટીમ પટણામાં રોકાઈ હતી. જ્યાં તેને સતત ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. ગઈ કાલે તેની ધરપકડ કરાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More