Home> India
Advertisement
Prev
Next

MTNL બિલ્ડિંગમાં આગ, 100 લોકો ફસાયા, રોબોટ બચાવી રહ્યો છે જીવ

મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલ એમટીએનએલ બિલ્ડીંગમાં સોમવારે બપોરે એકાએક આગ ભડકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અંદાજે 100 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ ફાયર ફાઇટર સહિત ટુકડીઓ ઘટના સ્થળે આવી પહોંચતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

MTNL બિલ્ડિંગમાં આગ, 100 લોકો ફસાયા, રોબોટ બચાવી રહ્યો છે જીવ

મુંબઇ :  મુંબઇના બાંદ્રામાં સોમવારે એક મલ્ટિસ્ટોરી બિલ્ડિંગમાં આગ લાગી ગઇ. આ બિલ્ડિંગ એમટીએનએલની હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં 100થી વધારે લોકો ફસાયેલા હતા, જેમને બચાવવાનું કામ યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે. કોઇ જાનમાલના નુકસાનનાં સમાચાર નથી. હાલ શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગવાની વાત સામે આવી છે. રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે અને લોકોને ક્રેન દ્વારા અત્યાર સુધી 15  લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવમાં લાગેલા ફાયરનાં બે અધિકારીઓ ઘાયલ થયા છે. 

બાંદ્રા ખાતે 9 માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ભરાઇ ગઇ હતી. ઇમારતનાં ત્રીજા અને ચોથા માળ પર આગ લાગેલી છે. દુર્ઘટના અંગે માહિતી મળ્યા બાદ તુરંત જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. ફાયરની 31 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર છે. ઇમારતમાં 100થી વધારે લોકો હોવાની પ્રાથમિક માહિતી છે. લોકોને બચાવવાનું અભિયાન ચાલી રહ્યો છે. એક એમ્બ્યુલન્સની સાથે સાથે એક રોબોટ વાહન પણ છે, જેને હાલમાં જ અગ્નિશમન બેડામાં સમાવાયું હતું. 

રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. ઇમારતમાં ફસાયેલા લોકો બિલ્ડિંગની 8 અને 9માં માળની સીડીઓ પર ઉભા છે. ક્રેનની મદદથી અનેક લોકોને સુરક્ષીત નીચે ઉતારી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીનાં લોકો હજી પણ અંદર ફસાયેલા છે. અંદર ફસાયેલા લોકો પોતાનાં મોઢાને કપડાથી ઢાંકી ઉભેલા જોવા મળી રહ્યા છે. 5માં માળથી નીચેના લોકોને બહાર કાઢી લેવાયા છે. જ્યારે 6થી 9 માળ સુધીનાં લોકો હજી પણ ફસાયેલા છે. 

આ અગાઉ મુંબઇમાં જ તાજમહલ અને ડિપ્લોમેટ હોટલની પાસે ચર્ચિલ ચેંબર બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયરનાં કર્મચારીઓને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બીજી તરફ બે લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. 

આગ બુઝાવવામાં રોબોટનો ઉપયોગ
મુંબઇ ફાયર બ્રિગેડ આગ બુઝાવવા માટે રોબોટની મદદ લઇ રહ્યું છે. હાલમાં જ ફાયર બ્રિગેડે રોબોટને પોતાનાં બેડામાં સમાવિષ્ટ કર્યો હતો. હવે આ રોબોટનો પહેલી વાર ઉપયોગ એમટીએનએલ બિલ્ડિંગ આગ બુઝાવવામાં ઉપયોગ થઇ રહ્યો છે. કદાચ ભારતમાં આ પહેલી એવી ઘટના હશે કે જ્યારે રોબોટ માણસનો જીવ બચાવી રહ્યો હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More