Home> India
Advertisement
Prev
Next

યૂપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ અને તેમના પત્નીને કોરોના, મેદાંતા હોસ્પિટલમાં દાખલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોનાથી સંક્રમિત થયા છે. શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

યૂપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ અને તેમના પત્નીને કોરોના, મેદાંતા હોસ્પિટલમાં દાખલ

લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ  (mulayam singh yadav) કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય તેમના પત્ની સાધનાનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. જાણવા મળ્યું છે કે મુલાયમ સિંહ યાદવમાં કોરોનાના લક્ષણ નથી. પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સિંહ ડોક્ટરોની દેખરેખમાં છે. તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ઓગસ્ટમાં તબીયત બગડવા પર મુલાયમ સિંહને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 80 વર્ષના મુલાયમને મૂત્રનળીમાં સંક્રમણ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધાર થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. 

ઉત્તર પ્રદેશના ત્રણવાર મુખ્યમંત્રી રહ્યા છે મુલાયમ
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે 1960મા પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. શિક્ષક રહેલા મુલાયમ સિંહે વર્ષ 1967મા પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી અને જીત હાસિલ કરી હતી. કટોકટી દરમિયાન મુલાયમ સિંહ સક્રિય રહ્યા અને જેલ જનારા વિપક્ષી નેતાઓમાં પણ તેમનું નામ રહ્યુ હતુ. તેઓ વર્ષ 1977મા પ્રથમવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 

ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ મદદની ખાતરી આપી

ત્યારબાદ તેમણે યૂપીમાં જનતા દળ અને લોકદળના પ્રમુખનો પણ કાર્યકાળ સંભાળ્યો અને વર્ષ 1989મા પ્રથમવાર દેશના સૌથી મોટા રાજ્યના સીએમ બન્યા હતા. વર્ષ 1992મા તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 1993થી 1995 સુધી બીજીવાર મુખ્યમંત્રીની ગાદી સંભાળી હતી. તેઓ કેન્દ્રમાં રક્ષામંત્રી રહ્યા હતા. વર્ષ 2003-07 સુધી તેઓએ ફરી સીએમની કમાન સંભાળી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More