Home> India
Advertisement
Prev
Next

માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગૂ

પૂર્વાંચલના સૌથી મોટા માફિયા તથા ડોન મુખ્તાર અંસારીનું ગુરૂવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. હાર્ટ એટેક બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગૂ

લખનૌઃ બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીનું નિધન થઈ ગયું છે. જેલમાં તબીયત બગડ્યા બાદ તેને દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્તાર અંસારી અચાનક બેભાન થઈ પડી ગયા હતા. 

રોઝા રાખવાને કારણે બગડી હતી તબીયત
કહેવામાં આવ્યું કે રોઝા રાખવાને કારણે મુખ્તારની તબીયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરો રોઝા રાખવાને કારણે તબીયત ખરાબ થવાની વાત કરી રહ્યાં છે. રોઝા રાખવાને કારણે મુખ્તાર અંસારીને નબળાઈ આવી ગઈ હતી. ત્રણ ડોક્ટરોની પેનલ તેની સારવાર કરી રહી હતી. 

જાણવા મળ્યું કે ગુરૂવારની સાંજે જેલમાં મુખ્તાર અંસારીની તબીયત ફરી બગડી હતી. આ જાણકારી મળતા જિલ્લા અધિકારી દુર્ગા શક્તિ નાગપાલ, પોલીસ અધીક્ષક અંકુર અગ્રવાલ ઘણા પોલીસ સ્ટેશનની સાથે મંડળ જેલ પહોંચ્યા હતા. આશરે 40 મિનિટ સુધી જેલની અંદર બધા અધિકારી રહ્યાં હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવી હતી અને અંસારીને દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કલમ 144 લાગૂ
મુખ્તાર અંસારીના મોતથી જેલ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. મુખ્તારના મોત બાદ મેડિકલ કોલેજને છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. પોલીસ અને તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે. મઉ, હાધીપુર અને બાંદામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More