Home> India
Advertisement
Prev
Next

મુકેશ અંબાણીના આ બહેન વિશે તમે જાણો છો? ચૂપચાપ ઊભું કર્યું છે કરોડોનું સામ્રાજ્ય, Photos

Ambani Family: નીના કોઠારી કોર્પોરેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેઓ કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરપર્સન છે. નીના કંપનીના કરોડોના કારોબારને સંભાળે છે. તેમની કંપની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કારોબાર કરે છે. તેઓ મુકેશ અને અનિલ અંબાણીના બહેન છે. 

મુકેશ અંબાણીના આ બહેન વિશે તમે જાણો છો? ચૂપચાપ ઊભું કર્યું છે કરોડોનું સામ્રાજ્ય, Photos

નીના કોઠારી કોર્પોરેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેઓ કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરપર્સન છે. નીના કંપનીના કરોડોના કારોબારને સંભાળે છે. તેમની કંપની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કારોબાર કરે છે. તેઓ મુકેશ અને અનિલ અંબાણીના બહેન છે. મીડિયાથી તેઓ અંતર જાળવે છે. અનેક લોકોને ખબર નહીં હોય કે તેઓ અંબાણી પરિવાર સાથે નાતો ધરાવે છે. 

મીડિયાથી અંતર
મુકેશ અંબાણીની બહેન નીના કોઠારી ખુબ ઓછા ચર્ચામાં રહે છે. તેઓ મીડિયાથી અંતર જાળવે છે. ધીરુભાઈ અંબાણીના પુત્રી છે. 2003માં તેમણે પોતાના કારોબારની સફરની શરૂઆત કરી હતી. તેમણે તે સમયે જાવાગ્રીન કોફી એન્ડ ફૂડ ફ્રેન્ચાઈઝીનો પાયો રાખ્યો હતો. 

fallbacks

કેન્સરથી પતિનું નિધન
1986માં નીના કોઠારીએ બિઝનેસ મેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા. કેન્સરથી 2015માં ભદ્રશ્યામ કોઠારીનું નિધન થયું હતું. તેમને એક પુત્ર અર્જૂન કોઠારી અને પુત્રી નયનતારા કોઠારી છે. નીના કોઠારીને 8 એપ્રિલ 2015ના રોજ ચેરપર્સન નિયુક્ત કરાયા હતા. તેમણે કોર્પોરેટ જગતની તમામ પડકારોનો સામનો કર્યો. કંપનીને સારી રીતે સંભાળી. કંપનીને સારી રીતે આગળ વધારી અને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. 

fallbacks

ગ્રુપના ફેલાવ્યા પાંખ
પ્રમુખ બન્યા બાદ નીનાએ એચસી કોઠારી ગ્રુપનો અને ઉદ્યોગોમાં વિસ્તાર કર્યો. કોઠારી પેટ્રોકેમિકલ્સ અને કોઠારી સેફ ડિપોઝિટ્સ કોઠારી ગ્રુપની બે અન્ય કંપનીઓ છે. કોર્પોરેટ શેરહોલ્ડિંગ મુજબ તેમની કુલ સંપત્તિ 52.4 કરોડ રૂપિયાથી વધુ છે. કંપનીની માર્કેટ કેપ 3.33 અબજ રૂપિયા છે. 

fallbacks

આ છે એકદમ અલગ વાત
જો વાત નીના કોઠારીની કરીએ તો તેમના પરિવારના પ્રમુખ સભ્યોથી તેઓ અલગ એ રીતે છે કે તેઓ મીડિયાથી અંતર જાળવે છે. જ્યારે પણ તેઓ અંબાણી પરિારના સમારોહ અને અન્ય હાઈ પ્રોફાઈલ કાર્યક્રમોમાં ભાગ લે છે ત્યારે તેઓ મીડિયાની નજરોથી ગાયબ રહે છે. આ કળામાં તેમને મહારથ પણ હાસલ છે તેવું કહી શકાય. તેમની તસવીરો ભાગ્યે જ મળે છે. જાહેર ઉપસ્થિતિ ખુબ ઓછી જોવા મળે છે. 

fallbacks

બંને ભાઈઓની નજીક
નીના કોઠારી તેમના બંને ભાઈઓની ખુબ નજીક છે. જ્યારે તેમના પુત્ર અર્જૂનના લગ્ન થયા તો બંને ભાઈઓએ પોત પોતાના ઘરોમાં આ ઉત્સવની ઉજવણી કરવા માટે સમારોહ આયોજિત કર્યુ. નીનાના ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ઘર પર નીનાની પુત્રી નયનતારા માટે એક પ્રીવેડિંગ પાર્ટી આયોજિત કરી હતી. પોતાના તમામ બોલીવુડ સેલિબ્રિટી મિત્રોને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. 

fallbacks

 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More