Home> India
Advertisement
Prev
Next

છત્રપતિ શિવાજીની સેનામાં સામેલ શિકારી કૂતરા હવે PM મોદીની સુરક્ષા કરશે, જાણો આ ખતરનાક પ્રાણીની ખાસિયત

Mudhol Hound Dogs: અત્યંત ખતરનાક શિકારી કૂતરા હવે કરશે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા. પીએમ મોદીના એસપીજી કાફલામાં સામેલ થશે શિવાજીની સેનામાં સામેલ મુધોલ શિકારી કૂતરા...

છત્રપતિ શિવાજીની સેનામાં સામેલ શિકારી કૂતરા હવે PM મોદીની સુરક્ષા કરશે, જાણો આ ખતરનાક પ્રાણીની ખાસિયત

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ દેશનું પ્રધાનમંત્રી પદ સંભાળનાર વ્યક્તિનો જીવ હંમેશા જોખમમાં રહે છે. તેથી આ પદ પરની વ્યક્તિની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. હાલ નરેન્દ્ર મોદી અંદાજે 140 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશના પ્રધાનમંત્રી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. મોદી બોલ્ડ નિર્ણયો લેવા માટે જાણીતો છે. અને તેના કારણે દેશ અને દુનિયાભરમાં તેમના વિરોધીઓની જમાત પણ બહુ વધારે છે. તે જ કારણ છેકે, તેમની સુરક્ષાનું ખૂબ જ પ્રાથમિકતા સાથે ધ્યાન રાખવામાં આવે છે. હંમેશા અત્યાધુનિક કારથી લઈને ઘાતક હથિયારોથી સજ્જ ખાસ પ્રશિક્ષિત અંગરક્ષકો, પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં વિશેષ બંદોબસ્તમાં રહે છે. પરંતુ હવે વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે નવી યોજના બનાવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં સામેલ મુધોલ શિકારી કૂતરા હવે PM મોદીની સુરક્ષા કરશે. શું છે પીએમ મોદીની સુરક્ષાનો નવો પ્લાન તેની સાથે જ જાણો આ ખતરનાક કૂતરાની ખાસીયતો....

આ પણ ખાસ વાંચોઃ  દુષ્કર્મના દોષિતો છૂટી જાય તો પીડિતા તેમને ફરી કરી શકે છે જેલભેગા? જાણો કાયદાના વિકલ્પો

fallbacks

છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાણ:
હવેથી પ્રધાનમંત્રીની નિયમિત સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક વસ્તુ ઉમેરાશે. તે મુધોલ શિકારી કૂતરો છે. મુધોલ શિકારી શ્વાન હવેથી પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાનો ભાગ બનવા જઈ રહ્યા છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં આ મુધોલ શિકારીએ ઘણી બહાદુરી બતાવી હતી. હવે આ શ્વાન પીએમ મોદીની સુરક્ષા માટે તૈયાર છે.

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ જિલ્લામાં કેમ દરેક ઘરની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા? કેમ દુનિયાથી અલગ છે આદિવાસીઓની ઘડિયાળ

4 મહિના માટે સખત તાલીમ:
હવેથી પ્રધાનમંત્રીની નિયમિત સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક મહત્ત્વનો ઉમેરો કરવામાં આવશે. તે મુધોલ શિકારી કૂતરો છે. મુધોલ શિકારી કૂતરો હવેથી પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાનો ભાગ બનવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ મુધોલ શિકારી કૂતરા એક સમયે છત્રપતિ શિવાજી મહારાજની સેનાનો મહત્ત્વનો ભાગ હતાં. છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં ઉપયોગમાં લેવાતા મુધોલ શિકારી કૂતરાઓ હવે પીએમ મોદીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. મુધોલ શિકારી કૂતરાઓ હવે પ્રધાનમંત્રીના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અથવા એસપીજીમાં સામેલ થશે. આ માટે આ ડોગ્સને ચાર મહિના સુધી ખૂબ જ કડક ટ્રેનિંગ આપવામાં આવશે. 

આ પણ ખાસ વાંચોઃ  Happy Bhavsar Death: અચાનક સૌ કોઈને છોડીને ચાલી ગઈ આ ગુજરાતી અભિનેત્રી, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ

મુધોલ શિકારી કૂતરા:
મુધોલ શિકારી કૂતરાની ખાસિયતોમાં તીક્ષ્ણ આંખ, બહાદુરી અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ છે. મુધોલ શિકારી કૂતરાઓ સામાન્ય રીતે ઊંચા હોય છે. આ શ્વાન લાંબા અને ઊંચા શરીર સાથે ખૂબ જ ચપળ હોય છે. આ કૂતરાઓ તેમની સારી રોગપ્રતિકારક શક્તિને કારણે ઓછા થાકેલા અને ઓછા બીમાર હોય છે. આ કુતરો માત્ર એક જુવારની રોટલી ખાઈને પણ 24 ક્લાક ભૂખ્યો રહી શકે છે. છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં મુધોલ શિકારીઓ કૂતરાને હવે પ્રધાનમંત્રીની સુરક્ષાની નવી જવાબદારી સોંપવામાં આવશે. 

આ પણ ખાસ વાંચોઃ  વધુ પડતી ડુંગળી ખાવાથી થઈ શકે છે આ મોટી તકલીફો, ઘણાં લોકો એટલે જ નથી ખાતા ડુંગળી

મુધોલ શિકારી શ્વાનની લાક્ષણિકતાઓ:
મુધોલ શિકારી પ્રાણીની આંખ ખૂબ જ તીક્ષ્ણ હોય છે.
તેમની તીવ્ર દૃષ્ટિને કારણે તેઓને સાઇટ હાઉન્ડ પણ કહેવામાં આવે છે.
અન્ય કૂતરાઓની તુલનામાં, તેઓ ગંધની તીવ્ર સમજ ધરાવે છે.
તે કોઈપણ હવામાનમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
મુધોલ એરફોર્સ, અર્ધલશ્કરી દળ, ડીઆરડીઓ, રાજ્ય પોલીસ દળમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
કર્ણાટકમાં, વાઘના રક્ષણ માટે મુધોલ શિકારી શ્વાનોને તૈનાત કરવામાં આવે છે.

આ પણ ખાસ વાંચોઃ  રાણી પદ્માવતીએ ક્ષત્રાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદીને શા માટે કર્યું હતું જૌહર? જાણો નારી સન્માનની અમર કહાની

મુધોલ શિકારી કૂતરાની મર્યાદાઓઃ 
મુખ્યત્વે મુધોલ શિકારી કૂતરાઓને ઉપયોગ પહેલાંના જમાનામાં અન્ય પ્રાણીઓના શિકાર માટે જ કરવામાં આવતો હતો. અને આ કૂતરા ખાસ કરીને કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં જ વધારો જોવા મળે છે.

આ પણ ખાસ વાંચોઃ  વરસાદમાં ગાડી લઈને નીકળતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખજો, નહીં તો રસ્તા પર લોકો બનાવશે તમારી રીલ!

જોતાની સાથે જ શિકાર પર ત્રાટકે છે મુધોલઃ
અમદાવાદ કેનલ કલબના પ્રમુખ અને એનિમલ બિહેવિયરિસ્ટ લોકેન ખારાવાલાએ મુધોલ શિકારી કૂતરાની વિશે વાત કરતા જણાવ્યુંકે, મુધોલ એક વિશિષ્ટ પ્રકારનો ભારતીય બ્રીડનો ડોગ છે. જોકે, આ ડોગનો ઉપયોગ પહેલાંના જમાનામાં ખાસ કરીને અન્ય પશુઓના શિકાર માટે કરવામાં આવતો હતો. તેથી જ Mudhol ને hound dogs તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કૂતરા કર્ણાટકના મુધોલ વિસ્તારમાં વધુ જોવા મળે છે. આ એક Hound Dogs છે. તેની આઈ સાઈડ અન્ય પ્રાણીઓ કરતા ખુબ જ સ્ટ્રોંગ હોય છે.  તેથી તે કોઈપણ વ્યક્તિ કે શિકારને દૂરથી જ જોઈને ઝડપથી તેની પાછળ દોડીને તેની પર તરાપ મારી શકે છે. આ મુધોલ શિકારી કૂતરાઓ એક સમયે છત્રપતિ શિવાજીની સેનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા હતાં. જોકે, સુરક્ષાના હિસાબે તેની પાસે કામ લેવું તે ખુબ અઘરું છે. 

આ પણ ખાસ વાંચોઃ  Ashrams: ભારતના આ 5 આશ્રમમાં રહેવા માટે એક પૈસો નહીં ખર્ચવો પડે, વિના મૂલ્યે મળશે ભોજન

સુરક્ષા માટે વપરાતા વિદેશી ડોગની ખાસિયતો:
1) જર્મન શેફર્ડઃ જર્મન શેફર્ડ એક ઓલ પર્પઝ ડોગ છે. તેને સૌથી ઈન્ટેલિજન્ટ ડોગની શ્રેણીમાં ગણાવામાં આવે છે. સુરક્ષા માટે આ ડોગ બેસ્ટ છે.
2) લેબ્રા ડોગઃ  લેબ્રા ડોગ એક ખાસ પ્રકારના સ્નિફિંગ ડોગ છે. જેની સુગંવાની ક્ષમતા ગજબની હોય છે. તેથી તેને બોમ્બ ડિટેક્શન સ્કવોડમાં રાખવામાં આવે છે. 
3) બેલજ્યિન શેફર્ડઃ એક ઓલ પર્પઝ ડોગ છે. સુરક્ષાથી માંડીને તમામ કામ તે સારી રીતે કરી શકે છે.
4) આયરીશ સેંટરઃ એક ઓલ પર્પઝ ડોગ છે. સુરક્ષાથી માંડીને તમામ કામ તે સારી રીતે કરી શકે છે.
5) ડોબરમેન: ડોબરમેન એક વર્કિંગ ગ્રૂપનો ડોગ છે. તેને એક ફેમિલી ડોગ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
6) રોટ વાઈલર: રોટ વાઈલર એક પ્રકારનો હાઈ ક્વાલિટી ડોગ છે. તેને પણ સિક્યોરિટી પર્પઝથી ઉપયોગમાં લેવાય છે. એટલું જ નહીં તે એક વર્કિંગ ગ્રૂપ અને ફેમિલી ડોગ તરીકે પણ જાણીતો છે.

આ પણ ખાસ વાંચોઃ  IELTS શું છે? વિદેશ જવા માટે કેમ પાસ કરવી પડે છે આ પરીક્ષા? પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણો

સુરક્ષામાં ડોગ સિલેક્ટ કરતી વખતે શું ધ્યાન રાખવું?
આ એક સ્વદેશી શ્વાન છે. જોકે, પ્રધાનમંત્રીની સુરક્ષાએ ખુબ અગત્યની બાબત છે જેથી તેમાં કોઈ કચાશ ન રહે તે આશયથી સિક્યોરિટી ડોગની બ્રીડ સિલેક્ટ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષાની દ્રષ્ટ્રિએ તમે ભારતીય બ્રીડના રાજપલાયમ ડોગનો ઉપયોગ પણ કરી શકો છો. આ ડોગ ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. સુરક્ષા માટે ડોગની પસંદગી કરતી વખતે ખાસ કરીને તેની બ્રીડ કઈ છે, તેના માતા-પિતાનું પરફોમર્ન્સ કેવું છે, તેનું ટેમ્પરામેન્ટ, તેની ઉપયોગીતાનો હેતુ અને ડોગનું બોડી કંફર્મેશન બરાબર હોવું જોઈએ. ડોગની હાઈટ, વેઈટ, સ્કેલિટ સ્ટકચર, સ્પીડ અને તેનું બિહેવિયર ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. 

આ પણ ખાસ વાંચોઃ

જેના એક ટહુકાથી વાદળા વરસે...જેની એક ઝલક જોવા લોકો તરસે...શું આવો મોજીલો મોરલો તમે જોયો છે?

તુલા રાશિ પરથી શોધી રહ્યા છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

મીન રાશિ પરથી શોધી રહ્યા છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

ધન રાશિ પરથી બાળકના યુનિક નામ શોધી રહ્યા છો? આ રહ્યું List

ઘરના મુખ્ય દરવાજે કેમ બનાવાય છે સ્વસ્તિક? જાણો તેનું મહત્વ અને તેની પાછળનું વિશેષ કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More