Home> India
Advertisement
Prev
Next

MBBS માં ભણાવવામાં આવશે 'હિંદુત્વ' ના પાઠ, શિક્ષણમંત્રી કહ્યું- આનાથી સારા ડોક્ટર તૈયાર થશે

મધ્ય પ્રદેશ (MP) ના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગ (Vishvas Sarang) એ રવિવારે કહ્યું કે પ્રદેશમાં એમબીબીએસ સ્ટૂડેંટ્સને ફર્સ્ટ ઇયરના આધારિત સિલેબસ હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) ના સંસ્થાપક કેબી હેડગેવાર, ભારતીય જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ અને બીઆર આંબેડરકના સિદ્ધાંતો અને જીવન દર્શન વિશે ભણાવવામં આવશે. 

MBBS માં ભણાવવામાં આવશે 'હિંદુત્વ' ના પાઠ, શિક્ષણમંત્રી કહ્યું- આનાથી સારા ડોક્ટર તૈયાર થશે

ભોપાલ: મધ્ય પ્રદેશ (MP) ના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગ (Vishvas Sarang) એ રવિવારે કહ્યું કે પ્રદેશમાં એમબીબીએસ સ્ટૂડેંટ્સને ફર્સ્ટ ઇયરના આધારિત સિલેબસ હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) ના સંસ્થાપક કેબી હેડગેવાર, ભારતીય જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ અને બીઆર આંબેડરકના સિદ્ધાંતો અને જીવન દર્શન વિશે ભણાવવામં આવશે. 

વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો ભણાવવા
સારંગે કહ્યું 'આ પહેલનો ઉદ્દેશ્ય MBBS ના વિદ્યાર્થીઓને સામાજિક અને નૈતિક મૂલ્ય શિખવાડવાનો છે. હેડગેવાર, ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ સંઘના હિંદુત્વ પંથનો ભાગ છે, જે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) ના વૈચારિક તથા રાજકીય પરામર્શદાતાના રૂપમાં ગણવામાં આવે છે. એમબીબીએસ ફર્સ્ટ ઇયરના સ્ટૂડન્ટ આયુર્વેદના જનક મહર્ષિ ચરક અને શલ્ય ચિકિત્સાના જનકના રૂપમાં જાણિતા ભારતના મહાન ચિકિત્સાશાસ્ત્રી ઋષિ સુશ્રુત વિશે પણ ભણશે. 

Whatsapp થયું 'રંગીન ' ! આ યૂઝર્સને મળી રહ્યું છે ઝક્કાસ ફીચર, બદલાઇ જશે મેસેજ વાંચવનો અંદાજ

વર્ષના અંતમાં શરૂ થશે અભ્યાસ
સારંગે કહ્યું 'એમબીબીએસ (બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી)ના પ્રથમ વર્ષના પાઠ્યક્રમમાં વિદ્યાર્થીઓને હેડગેવારજી, ઉપાધ્યાયજી, સ્વામી વિવેકાનંદજી, આંબેડકરજી અને અન્ય મહાન હસ્તીઓ વિશે વ્યાખ્યાન આપવામાં આવશે. આ મહાન હસ્તીઓના જીવન દર્શન પર આપવામાં આવેલા લેક્ચર વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો તથા સિદ્ધાંતોની સાથે-સાથે સામાજિક અને ચિકિત્સીય નૈતિકતાઓને જાગૃત કરશે. 'એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર આ વર્ષના અંત સુધી શરૂ થવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More