Home> India
Advertisement
Prev
Next

અલીગઢ: માસુમની જધન્ય હત્યા, પીડિતાની માંએ PM મોદી અને યોગીને કરી અપીલ

અલીગઢનાં ટપ્પલ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ મુદ્દે વિવાદનાં કારણે ત્રણ વર્ષની એક બાળકીની હત્યા કરીને તેનું શબ કચરામાં નાખી દેવામાં આવ્યું હતું

અલીગઢ: માસુમની જધન્ય હત્યા, પીડિતાની માંએ PM મોદી અને યોગીને કરી અપીલ

અલીગઢ : અલીગઢનાં ટપ્પલ વિસ્તારમાં નાણાની લેવડ દેવડ મુદ્દે પેદા થયેલા વિવાદનાં કારણે ત્રણ વર્ષની એક બાળકીની હત્યા કરીને તેનાં શબને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. પોલીસે બાળકીનાં પિતાની ફરિયાદ બાદ ઝાહીદ અને અસલમન નામનાં વ્યક્તિની ધરપકડ કરી છે. યોગી સરકારે એખ્શન લેતા એસએચઓ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ફરજરિક્ત કરી દીધા છે. આ મુદ્દે સમગ્ર દેશમાં રોષ છે. બીજી તરફ પીડિતાના માંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે. 

MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા
fallbacks
પીડિતાની માંએ કહ્યું કે, હું નરેન્દ્ર મોદી સરકાર અને યોગી સરકારને દોષીતોને કડક સજા અપાવવાની અપીલ કરુ છું. દોષીતોને ફાંસીની સજા આપવામાં આવે. અન્યથા આ રાક્ષસો 7 વર્ષ બાદ ફરીથી બહાર આવી જશે અને તેનું મનોબળ વધશે. વરિષ્ઠ પોલીસ અધીક્ષક આકાશ કુલહરિએ જણાવ્યું કે, બાળકીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનાં બળાત્કારના સંકેત મળ્યા છે. તેનું ગળુ દબાવીને હત્યા કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે, દુર્ઘટનાની ગંભીરતાને જોતા બંન્ને અભિયુક્ત પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવાની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. આ મુદ્દો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનવણી કરાવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવાઇ છે. કુલહરીએ જણાવ્યું કે, આ મુદ્દે બે સમુદાય સાથે જોડાયેલા હોવાની માહિતી બે સમુદાય સાથે જોડાયેલા હોવાનાં કારણે કાલે પેદા થયેલા તણાવને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસનાં જવાનોને ફરજંદ કરવામાં આવી હતી. 

અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !

ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ
એસએચઓ સહિત પાંચ પોલીસ કર્મચારી નિલંબીત
ત્રણ વર્ષની માસુમ બાળકીની નૃશંસ હત્યાના મુદ્દે બેદરકારી વર્તવાનાં આરોપમાં પોલીસ પ્રભારી સહિત પાંચ પોલીસ કર્મચારીની હકાલપટ્ટી કરી દેવાઇ છે. કુલહરીએ જણાવ્યું કે, પોલીસ ક્ષેત્રધિકારી પંકજ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી તપાસનાં આધારે ફરજરિક્તીની કાર્યવાહી કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે આગળ તપાસ માટે પોલીસ અધીક્ષક ગ્રામીણ અને એક મહિલા ઇન્સપેક્ટર સહિત છ સભ્યોની વિશેષ તપાસ દળ (સીટ) બનાવાઇ છે. 

કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...
આરોપીઓએ પોતાનો ગુનો કબુલ્યો
પોલીસ સુત્રો અનુસાર બે ધરપકડ આરોપીઓ જાહીદ અને અસલમને પોતાનો ગુનો કબુલી લીધો છે. માત્ર 12 હજાર રૂપિયા માટે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો. આ રકમ બાળકીનાં પિતા પાસેથી ઉધાર લીધી હતી અને પરત નહોતા આપી શકતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More