Home> India
Advertisement
Prev
Next

Monsoon Updates: દક્ષિણ પશ્ચિમી મોનસૂન 4 દિવસ પહેલાં પહોંચી ગયું પશ્ચિમ બંગાળ, આ રાજ્યોમાં વરસાદનું અનુમાન

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગ, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે અને તે મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના ઘણા વિસ્તારમાં પહોંચી ચુક્યું છે. 
 

Monsoon Updates: દક્ષિણ પશ્ચિમી મોનસૂન 4 દિવસ પહેલાં પહોંચી ગયું પશ્ચિમ બંગાળ, આ રાજ્યોમાં વરસાદનું અનુમાન

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમી મોનસૂન નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. તેવામાં પશ્ચિમ બંગાળના સમુદ્રી વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વોત્તર રાજ્યોમાં મોનસૂન પહોંચવાને કારણે અસમ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે. તો ઉચ્ચરી ઓડિશાના સમુદ્રી ભાગ અને પશ્ચિમ બંગાળના ગંગાવાળા ભાગ પર એક ચક્રવાત પરિભ્રમણ બનવા અને બંગાળની ખાડીથી પૂર્વોત્તર ભારત તરફ ઝડપી દક્ષિણ-પશ્ચિમી હવાઓ ચાલવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર રાજ્યો અને ઉપ-હિમાલયી બંગાળમાં ભારે વરસાદ થશે. 

હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન ઉત્તર-પશ્ચિમ બંગાળના ખાડીના કેટલાક ભાગ, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે સાથે તે મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરના ઘણા વિસ્તારમાં પહોંચી ચુક્યું છે. મોનસૂનની શરૂઆતને કારણે 9 જૂનની સવાર સુધી કૂચબિહાર, જલપાઈગુડી, અલીપુરદ્વાર, દાર્જિલિંગ અને કલ્મિપોંગ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી પાંચ દિવસ બંગાળના ગંગાવાળા જિલ્લામાં વીજળી ચમકવા સાથે હળવા વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચોઃ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા 36 ઉમેદવાર, બાકી સીટો પર 10 જૂને મતદાન

તો ભારતના દક્ષિણી પ્રાયદ્વીપ તરફ અરબ સાગરથી આવી રહેલ મોનસૂન હવાઓને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી કર્ણાટકના સમુદ્રી વિસ્તાર અને દક્ષિણના અંદરના વિસ્તાર, કેરલ, માહે અને લક્ષદ્વીપમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આવનારા પાંચ દિવસમાં આંધ્ર, તેલંગણા, ઉત્તરી કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. 

આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસુ
તો પશ્ચિમોત્તર ભારતમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનમાં લૂની ચેતવણી આપી છે. સોમવારે હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. વિભાગ પ્રમાણે પૂર્વોત્તર ભારત અને દક્ષિણ પશ્ચિમી પ્રાયદ્વીપના સૌથી નિચલા વિસ્તારને છોડી દેશના અન્ય વિસ્તારમાં આ વર્ષે ચોમાસુ સમાન રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More