Home> India
Advertisement
Prev
Next

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું- 15 વર્ષમાં ભારત ફરી બનશે અખંડ રાષ્ટ્ર, રાઉતે કહ્યું- પહેલા PoKને જોડવું પડશે

આરએસએસના વડાએ કહ્યું કે સનાતન ધર્મનો વિરોધ કરનારા કહેવાતા લોકોનો પણ તેમાં સહયોગ છે. જો તેણે વિરોધ ન કર્યો હોત તો હિંદુ જાગ્યા ન હોત, કારણ કે તે સૂતેલા છે. તેમણે જણાવ્યું કે, ભારતનો ઉદય થશે તો ધર્મથી જ ઉદય થશે.

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું- 15 વર્ષમાં ભારત ફરી બનશે અખંડ રાષ્ટ્ર, રાઉતે કહ્યું- પહેલા PoKને જોડવું પડશે

નવી દિલ્હી: આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે 15 વર્ષમાં ભારત એક સંયુક્ત રાષ્ટ્ર બનવાની કલ્પના કરી છે. હરિદ્વારમાં તેમના પ્રવાસ દરમિયાન તેમણે જણાવ્યું છે કે સનાતન ધર્મ એ હિંદુ રાષ્ટ્ર છે. ભારત 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. તેમણે જણાવ્યું કે અમે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ આ વાત હાથમાં લાકડી લઈને કહીશું. આપણા મનમાં કોઈ દ્વેષ, દુશ્મની નથી, પણ દુનિયા માત્ર શક્તિને જ માનતી હોય તો આપણે શું કરીએ?

15 વર્ષમાં ભારત અખંડ હિન્દૂ રાષ્ટ્ર
આરએસએસના વડાએ કહ્યું કે સનાતન ધર્મનો વિરોધ કરનારા કહેવાતા લોકોનો પણ તેમાં સહયોગ છે. જો તેણે વિરોધ ન કર્યો હોત તો હિંદુ જાગ્યા ન હોત, કારણ કે તે સૂતેલા છે. તેમણે જણાવ્યું કે, ભારતનો ઉદય થશે તો ધર્મથી જ ઉદય થશે. સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ધર્મનો ઉદ્દેશ્ય એ જ ભારતનો ઉદ્દેશ્ય છે, ધર્મના ઉત્થાન માટે પ્રયત્નો થશે તો જ ભારતનો ઉદય થશે. જે તેને રોકે છે તે દૂર થશે, તેનો નાશ થશે. સંતોએ સંઘ પ્રમુખના હરિદ્વાર પ્રવાસ દરમિયાન સંતોએ તેમની સમક્ષ દેશને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની માંગ ઉઠાવી હતી.

મહારાષ્ટ્રમાં જીવલેણ બર્થ-ડે સેલિબ્રેશનનો Live Video; મિત્રોએ માથા પર લોટ નાંખતા જ સર્જાઈ મોટી દુર્ધટના પછી....

કનખલના સન્યાસ રોડ સ્થિત શ્રીકૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમમાં આરએસએસ પ્રમુખ બ્રહ્મલિન મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિ, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ગુરુત્રય મંદિરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. મોહન ભાગવતે કહ્યું કે સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. જે તેના માર્ગમાં આવે છે તેનો નાશ થશે. આરએસએસ પ્રમુખે જણાવ્યું કે, જો કે સંતોના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 20 થી 25 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે. જો આપણે સૌ સાથે મળીને આ કામની ઝડપ વધારીશું તો 10-15 વર્ષમાં ભારત અખંડ ભારત બની જશે.

સંજય રાઉતે કહ્યું- 15 વર્ષનું વચન ન આપો
બીજી બાજુ, શિવસેનાએ આરએસએસ ચીફ મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 15 વર્ષનું વચન ન આપો. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે 15 વર્ષમાં નહીં, 15 દિવસમાં કરો, પરંતુ સૌથી પહેલા PoK ને દેશમાં જોડવું પડશે, પાકિસ્તાનને જોડવું પડશે. તેમણે જણાવ્યું કે, કોઈએ રોક્યા નથી. પરંતુ, 15 વર્ષનું વચન ન આપો.

અઝાન-હનુમાન ચાલીસા વિવાદ મહારાષ્ટ્ર બાદ હવે વારણસી પહોંચ્યો; લોકોના ઘરોની છત પર લગાવવામાં આવ્યા લાઉડસ્પીકર

રાઉતે વધુમાં કહ્યું કે કાશ્મીરી પંડિત ભાઈઓની ધર વાપસી સુરક્ષિત રીતે થવી જોઈએ. અખંડ હિન્દુસ્તાનનું સપનું કોણ નથી જોતું? વીર સાવરકરને ભારત રત્ન આપો. આજે હું જોઈ રહ્યો હતો કે જ્યાં પણ ચૂંટણી આવી રહી છે ત્યાં રમખાણો કરાવવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More