Home> India
Advertisement
Prev
Next

અંતરિક્ષમાં ખાનગી ભાગીદારીથી આત્મનિર્ભર અને ટેક્નોલોજીના રૂપથી સક્ષમ બનશે દેશઃ મોદી


સરકારે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમસ્ત ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી દીધી છે. 
 

અંતરિક્ષમાં ખાનગી ભાગીદારીથી આત્મનિર્ભર અને ટેક્નોલોજીના રૂપથી સક્ષમ બનશે દેશઃ મોદી

નવી દિલ્હીઃ સરકારે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમસ્ત ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ દેશને આત્મનિર્ભર બનાવવા અને ટેક્નોલોજીના રૂપથી આગળ વધારવાની દિશામાં વધુ એક પગલુ છે. તેમણે કહ્યુ કે, તેનાથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે. 

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમગ્ર ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષમાં દૂરોગામી સુધારાના મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ભારતને બદલવા તથા દેશને આત્મનિર્ભર અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ આધુનિક બનાવવાના પ્રધાનમંત્રીના દીર્ઘકાલિન દ્રષ્ટિકોણને અનુરૂપ છે. 

અંતરિક્ષના ક્ષેત્રમાં વધશે શાખ
ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ઉચ્ચ ક્ષમતાઓ વાળા કેટલાક દેશોમાંથી એક છે. આ સુધારાથી ક્ષેત્રને નવી ઉર્જા તથા ગતિશીલતા પ્રાપ્ત થશે જેથી દેશને અંતરિક્ષ ગતિવિધિઓના આગળના તબક્કામાં વધવા ઝડપથી મદદ મળશે. તેનાથી ન માત્ર આ ક્ષેત્રમાં તેજી આવશે પરંતુ ભારતીય ઉદ્યોગ વિશ્વની અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશે. આ સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટા પાયા પર રોજગારની સંભાવનાઓ છે અને ભારત એક ગ્લોબલ ટેક્નોલોજી પાવરહાઉસ બની રહ્યું છે.

અંતરિક્ષ સંપત્તિ તથા ગતિવિધિઓનો વધશે સામાજીક-આર્થિક ઉપયોગ
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યુ કે, અંતરિક્ષ ક્ષેત્ર તકનીકી અપગ્રેડ તથા આપણા ઔદ્યોગિક આધારના વિસ્તારમાં એક મુખ્ય ઉત્પ્રેરકની ભૂમિકા નિભાવી શકે છે. પ્રાસ્તાવિક સુધાર અંતરિક્ષ સંપત્તિ, ડેટા તથા સુવિધાઓ સુધી સારી પહોંચના માધ્યમ સહિત અંતરિક્ષ સંપત્તિ તથા ગતિવિધિઓનો સામાજીક-આર્થિક ઉપયોગ વધારશે. 

હવે આરબીઆઈના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક, મોદી કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી 

ખાનગી ક્ષેત્ર માટે ખુલશે અંતરિક્ષ મિશન
જાહેર ક્ષેત્રના ઉપક્રમ અંતરિક્ષ ગતિવિધિઓને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ એક સપ્લાઈ મોડલથી માંગ પ્રેરિત મોડલ તરફ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે જેથી આપણી અંતરિક્ષ સંપત્તિઓનો વધુ ઉપયોગ સ્પષ્ટ કરી શકાય. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More