Home> India
Advertisement
Prev
Next

Modi Cabinet Reshuffle: મોદી કેબિનેટનો વિસ્તાર, 15 કેબિનેટ સહિત કુલ 43 મંત્રીઓએ લીધા શપથ

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં નવા મંત્રીઓનો શપથ સમારોહ સમાપ્ત થઈ ગયો છે. કુલ 43 મંત્રીઓએ શપથ લીધા છે. મોદી 2.0 સરકારના મંત્રીમંડળનું આ પ્રથમ વિસ્તરણ છે. 

Modi Cabinet Reshuffle: મોદી કેબિનેટનો વિસ્તાર, 15 કેબિનેટ સહિત કુલ 43 મંત્રીઓએ લીધા શપથ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. કુલ 43 લોકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, નારાયણ રાણે અને સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ સામેલ છે. 

શપથ ગ્રહણ લાઇવ અપડેટ..

- પશ્ચિમ બંગાળના કુચબિહારથી સાંસદ નિશીથ પ્રામાણિકે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 

- ડો. એલ મુરૂગને રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. વકીલાતમાં પીએચડીની મેળવી છે ડિગ્રી. 

- પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી સાંસદ જોન બાર્લાએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 

- ગુજરાતના સુરેન્દ્રનગરથી લોકસભા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા રાજ્યમંત્રી બન્યા. મોદી સરકારમાં કોળી સમાજને મળ્યું પ્રતિનિધિત્વ. 

- બંગાળથી મતુઆ સમુદાયથી આવતા શાંતનુ ઠાકુર રાજ્યમંત્રી બન્યા. બંગાળના બનગાંવથી ભાજપના સાંસદ છે શાંતનુ. 

- બિશ્વેશ્વર ટુડૂએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ઓડિશાના મયૂરભંજથી લોકસભા સાંસદ છે બિશ્વેશ્વર. 

- ડો. ભારતી પવારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ડિંડોરીથી લોકસભા સાંસદ છે ભારતી પવાર. 

- ઇનર મણિપુરથી લોકસભા સાંસદ ડો. રાજકુમાર રંજન સિંહે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ભુગોળના પ્રોફેસર રહ્યા છે રાજકુમાર રંજન સિંહ. 

- પશ્ચિમ બંગાળના બાંકુરાથી સાંસદ ડો. સુભાષ સરકારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા છે ડો. સુભાષ સરકાર. 

- પ્રતિમા ભૌમિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્રિપુરા પશ્ચિમથી લોકસભા સાંસદ છે પ્રતિમા ભૌમિક. બાયો સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. 

- કપિલ મોરેશ્વર પાટિલ રાજ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના ભિવંડીથી બીજીવખત સાંસદ બન્યા છે કપિલ મોરેશ્વર. એનસીપી છોડી ભાજપમાં થયા હતા સામેલ. 

- કર્ણાટકના બીધરથી સાંસદ ભગવંત ખૂબાએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 

- ગુજરાતના ખેડાથી બીજીવાર સાંસદ બનેલા દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ એક નેતાને મળી તક. બે વખત ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે દેવુસિંહ ચૌહાણ. 

- ઉત્તર પ્રદેશના ખેરીથી સાંસદ અજય કુમારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 2019માં પ્રથમવાર લોકસભા સાંસદ બન્યા હતા અજય કુમાર. 

- ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ બીએલ વર્માએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. યૂપી ભાજપના ઉપાધ્યક્ષ પણ છે વર્મા. 

- ઉત્તરાખંડના નૈનીતાલથી સાંસદ અજય ભટ્ટે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે અજય ભટ્ટ. 2019માં પ્રથમ વખત બન્યા હતા સાસંદ.
 

- કર્ણાટકના ચિત્રદુર્ગથી લોકસભા સાંસદ એ નારાયણસ્વામીએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે એ નારાયણસ્વામી. 

- અન્નપૂર્ણા દેવીએ રાજ્યમંત્રીએ લીધા શપથ. બિહાર અને ઝારખંડ સરકારમાં રહી ચુક્યા છે મંત્રી. 
 

- દિલ્હી ભાજપના મોટા મહિલા નેતા મીનાક્ષી લેખીએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 2019માં સતત બીજીવાર લોકસભા ચૂંટણીમાં જીત મેળવી બન્યા હતા સાંસદ. ભાજપના મોટા મહિલા નેતા તરીકે થાય છે મીનાક્ષી લેખીની ગણના. 

સુરતથી સાંસદ દર્શના જરદોશ બન્યા રાજ્યમંત્રી
- ગુજરાતના સુરતથી સાંસદ દર્શના જરદોશને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન. સુરતથી સતત ત્રીજીવાર સાંસદ દર્શના જરદોશે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ભાજપના મહિલા મોર્ચાના મહાસચિવ પણ છે દર્શનાબેન. 
 

- ભાનુપ્રતાપ સિંહ વર્માએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ઉત્તરપ્રદેશના જાલૌનથી ભાજપના સાંસદ છે ભાવુપ્રતાપ સિંહ વર્મા. 

 

- ઉડ્ડુપીથી ભાજપના સાંસદ શોભા કરંદજેએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા. કર્ણાટક સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે શોભા કરંદજે. 

- કર્ણાટકથી રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. 

- એસપી સિંહ બધેલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉત્તર પ્રદેશના આગરાથી સાંસદ છે એસપી સિંહ. એક વખત રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા છે. ભાજપ પહેલા સપા અને બસપામાં હતા એસપી સિંહ બધેલ.

ભાજપના સહયોગી દળ અપના દળના નેતા અનુપ્રિયા પટેલે લીધા શપથ
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી સાંસદ અનુપ્રિયા પટેલે રાજ્યમંત્રી મંત્રી તરીકે શપથ લીધા છે. યૂપીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને જોતા અનુપ્રિયાની મંત્રીમંડળમાં એન્ટ્રી મહત્વની માનવામાં આવી રહી છે. 

કુલ 15 સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
1. નારાયણ રાણે (ભાજપ), મહારાષ્ટ્ર
2. સર્બાનંદ સોનોવાલ (ભાજપ), આસામ
3. ડો. વિરેન્દ્રકુમાર (ભાજપ), મધ્ય પ્રદેશ
4. જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) મધ્ય પ્રદેશ
5. રામચંદ્ર પ્રસાદ સિંહ (જેડીયુ) બિહાર
6. અશ્વિની વૈષ્ણવ (ભાજપ) ઓડિશા
7. પશુપતિ પારસ (એલજેપી) બિહાર
8. કિરણ રિજિજૂ (ભાજપ) અરુણાચલ પ્રદેશ (પ્રમોશન)
9. રાજકુમાર સિંહ (આર કે સિંહ) બિહાર
10. હરદીપ સિંહ પુરી (ભાજપ) (પ્રમોશન)
11. મનસુખ માંડવિયા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
12. ભૂપેન્દ્ર યાદવ (ભાજપ) 
13. પુરુષોત્તમ રૂપાલા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
14. જી. કિશન રેડ્ડી (ભાજપ) તેલંગણા (પ્રમોશન)
15. અનુરાગ ઠાકુર (ભાજપ) હિમાચલ પ્રદેશ (પ્રમોશન)
 

- હિમાચલથી સાંસદ અનુરાગ ઠાકુરને મળ્યું પ્રમોશન
અત્યાર સુધી નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા હિમાચલના યુવા નેતા અનુરાગ સિંહ ઠાકુરને પણ પોતાના કામનું ઇનામ મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

જી કિશન રેડ્ડીને મળ્યું પ્રમોશન
- ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીને મળ્યુ પ્રમોશન
અત્યાર સુધી અમિત શાહની સાથે ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા જી કિશન રેડ્ડીને પ્રમોશન મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

પુરૂષોત્તમ રૂપાલા બન્યા કેબિનેટ મંત્રી
ગુજરાતના દિગ્ગજ નેતા અને મોદી સરકારમાં રાજ્યમંત્રી રહેલા પુરૂષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે રૂપાલા. 

- ભાજપમાં સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂપેન્દ્ર યાદવને કેબિનેટમાં મળ્યું સ્થાન. પ્રધાનમંત્રી મોદીએ યાદવને કેબિનેટ મંત્રી બનાવ્યા. રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે ભૂપેન્દ્ર યાદવ. 

 

- મોદી સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર મનસુખ માંડવિયાને મળ્યું પ્રમોશન. કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ. ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે માંડવિયા. 

- હરદીપ પુરીને પણ મળ્યું પ્રમોશન. કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 1974ના આઈએફએસ ઓફિસર છે હરદીપ સિંહ પુરી. 

- આરકે સિંહને મળ્યું પ્રમોશન. કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ. 

- સ્પોર્ટસ મંત્રી કિરણ રિજિજૂને પ્રમોશન મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

- લોક જનશક્તિ પાર્ટી તરફથી પશુપતિ કુમાર પારસે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ.

- JDU તરફથી આરસીપી સિંહે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ. રાજ્યસભા સાંસદ છે આરસીપી સિંહ. 

- અશ્વિની વૈષ્ણવએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ. ઓડિશાથી રાજ્યસભા સાંસદ છે અશ્વિની વૈષ્ણવ. આઈએએસ અધિકારી પણ રહ્યાં છે વૈષ્ણવ. 

- ડો. વિરેન્દ્ર કુમારે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ. મધ્યપ્રદેશથી સાંસદ છે ડો. વિરેન્દ્ર કુમાર.

- મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ.

- અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યંત્રી નારાયણ રાણેએ લીધા શપથ

નવા મંત્રીઓને શપથ અપાવવા પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ

પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

અમિત શાહ, રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર

12 મંત્રીઓના રાજીનામા મંજૂર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, ડો. હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સહિત 12 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. 

આ મોટા નામો કેબિનેટમાં થશે સામેલ
સામે આવેલા નામ પ્રમાણે નારાયણ રાણે, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, ડો. વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈશ્નવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજિજૂ, રાજ કુમાર સિંહ, હરદીપ સિંહ પુરી સહિતના લોકો આજે મંત્રી બનવાના છે. 

આ સિવાય ભૂપેન્દ્ર યાદવ, પુરૂષોત્તમ રૂપાલા, જી કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા સિંહ પટેલ, સત્યપાલ સિંહ બધેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજેને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More