Home> India
Advertisement
Prev
Next

નવી શિક્ષણ નીતિ માટે સરકારની STARS યોજના, કેબિનેટે આપી મંજૂરી


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષમ નીતિને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધુ છે. આ માટે સરકારે STARS પ્રોજેક્ટ નક્કી કર્યો છે. તેનો મતલબ  Strengthening teaching learning and result for states છે. 

નવી શિક્ષણ નીતિ માટે સરકારની STARS યોજના, કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી, જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાણકારી આપતા કહ્યુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે સરકારે  STARS પ્રોજેક્ટ બનાવ્યો છે. તેનો મતલબ  Strengthening teaching learning and result for states છે. 

પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, શિક્ષણમાં શું શીખવુ તે મૂળ ઉદ્દેશ્ય છે. તે માટે ઘણા કાર્યક્રમ ચલાવવામાં આવશે. તેને 6 રાજ્યોમાં વર્લ્ડ બેન્કની મદદથી ચલાવવામાં આવશે. STARS કાર્યક્રમ શિક્ષણ મંત્રાલયની હેઠળ કામ કરશે. તેમાં 6 રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ અને ઓડિશા સામેલ છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ 5718 કરોડ રૂપિયા છે. તેમાં વિશ્વ બેન્ક 500 મિલિયન ડોલરની મદદ આપશે. 

આ સિવાય કેબિનેટે જમ્મૂ અને કાશ્મીર, લદ્દાખ માટે પણ વિશેષ પેકેજને મંજૂરી આપી છે. સરકારે દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 520 કરોડના પેકેજની જાહેરાત કરી છે. 

સરકારે મિનરલ ડેવલોપમેન્ટ કંપની નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) અને નગરનાર સ્ટીલ પ્લાન્ટના ડીમર્જરને પણ મંજૂરી આપી દીધી છે. ડીમર્જર એપ્રિલ સુધી પૂરુ થશે. છત્તીસગઢના નગરનાર સ્ટીલ પ્લાન્ટનો બાદમાં બિનિવેશ થશે, જે સપ્ટેમ્બર 2021 સુધી થશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડના હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડરની વાણિજ્યિ વ્યવહારિતા વધારવા માટે 'એનડીએનઓસી મોડલ  ( ADNOC Model )'ના સંશોધનને મંજૂરી આપી છે. 

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસમાં સામેલ થઈ શરદ યાદવની પુત્રી સુભાષિની, લડી શકે છે ચૂંટણી

વિદેશથી સસ્તું તેલ ખરીદશે સરકાર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, કેબિનેટે વિદેશી બજારમાંથી સસ્તા દર પર કાચુ તેલ ખરીદવા માટે પેટ્રોલિમયને 3874 કરોડ રૂપિયાની ફાળવણી મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે, યૂએઈની અબુધાબી નેશનલ ઓયલ કંપીએ ભારતમાં મોટા પાયા પર તેલ ભંડાર રાખ્યા છે. તે માટે કંપની ખર્ચ ભોગવી રહી છે. તેનાથી ભારતની તુલ સુરક્ષા વધી છે. તેથી સરકારે તેના સ્ટોરેજ કેન્દ્રમાં કારોબારને સરળ બનાવવા માટે ઘણા જરૂરી ફેરફારોને મંજૂરી આપી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More