Home> India
Advertisement
Prev
Next

Modi New Cabinet: 6 ડોક્ટર, 5 એન્જિનિયર, 13 વકીલ.. આવું હશે પીએમ મોદીનું નવુ મંત્રીમંડળ

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મોદીની નવી કેબિનેટમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને તક મળવાની છે. કેબિનેટમાં 13 વકીલ, છ ડોક્ટર, પાંચ એન્જિનિયર હશે. કેબિનેટમાં યુવાઓને તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 

Modi New Cabinet:  6 ડોક્ટર, 5 એન્જિનિયર, 13 વકીલ.. આવું હશે પીએમ મોદીનું નવુ મંત્રીમંડળ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ કેવી હશે, તેની પ્રથમ તસવીર સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મોદીની નવી કેબિનેટમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને તક મળવાની છે. કેબિનેટમાં 13 વકીલ, છ ડોક્ટર, પાંચ એન્જિનિયર હશે. કેબિનેટમાં યુવાઓને તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં 14 એવા મંત્રી હશે જેની ઉંમર 50 વર્ષથી ઓછી છે. 

મોદીની નવી કેબિનેટમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની સાથે-સાથે 18 પૂર્વ રાજ્ય મંત્રી હશે. તો 39 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે. 23 એવા સાંસદ છે જે ત્રણ કરતા વધુ વખત જીતીને આવ્યા છે. 

આ પણ વાંચોઃ હર્ષવર્ધન, નિશંક, સુપ્રીયો....મોદી મંત્રીમંડળમાંથી આ દિગ્ગજ નેતાઓ થયા આઉટ

વકીલ, ડોક્ટર પણ બનશે મંત્રી
નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં જેને સ્થાન મળશે તેમાં 13 વકીલ, 6 ડોક્ટર, 5 એન્જિનિયર, 7 પૂર્વ સિવિલ સર્વેંટ છે. સાથે 46 એવા છે જેને કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ છે. કેબિનેટની એવરેજ ઉંમર 58 વર્ષ છે. 14 એવા મંત્રી છે જેની ઉંમર 50 કરતા ઓછી છે. તો 11 મહિલાઓને કેબિનેટમાં સ્થાન મળવાનું છે. 

આ પણ વાંચોઃ માંડવિયા, રૂપાલા, અનુરાગ ઠાકુર સહિત આ 6 મંત્રીઓને મળશે પ્રમોશન, જાણો કારણ  

નવી કેબિનેટમાં જોવા મળશે જાતિય સમીકરણ
મોદીના નવા મંત્રી મંડળમાં 5 અલ્પસંખ્યક મંત્રી હશે. તેમાં 1 મુસ્લિમ, 1 શીક, 2 બૌદ્ધ, 1 ઈસાઈ હશે. મંત્રીમંડળમાં 27 ઓબીસી મંત્રી હશે, જેમાંથી 5ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સાથે 8 અનુસૂચિત જનજાતિના મંત્રી હશે, જેમાંથી 3ને કેબિનેટનો દરજ્જો મળશે. 12 મંત્રી અનુસૂચિત જાતિના હશે. તેમાંથી બેને કેબિનેટ રેન્ક મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More