Home> India
Advertisement
Prev
Next

મોદી અને અમિત શાહને ઝટકો લાગશે, કોંગ્રેસે કરી આ ભવિષ્યવાણી

Karnataka: કોંગ્રેસના કર્ણાટક એકમના અધ્યક્ષ ડીકે શિવકુમારે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીના સર્વે અનુસાર, તેમને રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી 140થી વધુ બેઠકો જીતે તેવી સંભાવના છે. 

મોદી અને અમિત શાહને ઝટકો લાગશે, કોંગ્રેસે કરી આ ભવિષ્યવાણી

Amit Shah BJP: ભાજપ માટે સૌથી મોટો પડકાર હાલમાં કર્ણાટક છે.  અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ રાજ્યની ચૂંટણી પર સીધી નજર રાખી રહ્યાં છે. રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે દાવો કર્યો છે કે સર્વેક્ષણમાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કુલ 224 બેઠકોમાંથી 140 થી વધુ બેઠકો જીતશે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 65 બેઠકો પર વિજેતા બનશે. આ વખતે તે વધુ જીતી શકશે નહીં અને તેની સીટો ઘટીને 40 સુધી પણ પહોંચી શકે છે. શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યના દરેક વર્ગના લોકો ભાજપ સરકારથી નારાજ છે. 

તેમણે કહ્યું, “અમને કેટલી બેઠકો મળશે તે અંગે અમે ગેરંટી આપી શકીએ છીએ. અમે ખાતરી આપી શકીએ છીએ કે ભાજપની બેઠકો 65થી વધુ નહીં હોય. ભાજપ જે કંઈ કહે છે કે કરે છે તે તેમનો આંતરિક મામલો છે. યેદિયુરપ્પાએ તેમની ગણતરી મુજબ કંઈક કહ્યું છે, હું તેમની પાર્ટી વિશે બોલવા માંગતો નથી.' ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા યેદિયુરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ 140થી વધુ બેઠકો જીતશે.

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો

શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ ગમે તે કરે, પરંતુ આ વખતે તેની બેઠકોની સંખ્યા 60-65થી આગળ નહીં વધે. મારા મત મુજબ, જો ભાજપની બેઠકો ઘટીને 40 પર પણ આવી જાય તો આશ્ચર્ય થશે નહીં. કોંગ્રેસના કર્ણાટક એકમના અધ્યક્ષ ડીકે શિવકુમારે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીના સર્વે અનુસાર, તેમને રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી 140થી વધુ બેઠકો જીતે તેવી સંભાવના છે. 

હાલમાં અમિત શાહ કર્ણાટકની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. જેઓ સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યાં છે. ભાજપ કર્ણાટકા બચાવવા માટે મરણિયા પ્રયાસો કરશે. લોકસભા પહેલાં ભાજપનો મોટો ટાર્ગેટ દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતમાં ભાજપના પગપેસારા માટે કર્ણાટક એ અતિ અગત્યનું રાજ્ય છે. હાલમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં એન્ટિઈન્કમ્બસીનો માહોલ છતાં સરકાર કોઈ પણ ભોગે અહીં વિજેતા બનવા માટે માસ્ટરપ્લાન ઘડી રહી છે. 

આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો:  Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી

કર્ણાટક કોંગ્રેસના વડાએ મંગળવારે દાવો કર્યો હતો કે જ્યારે તેમના અગાઉના સર્વેમાં કોંગ્રેસને 136 બેઠકોની આગાહી કરવામાં આવી હતી, તાજેતરના સર્વેમાં 140થી વધુ બેઠકોની આગાહી કરવામાં આવી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 224-સભ્યોની વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી, અને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જ્યારે કોંગ્રેસ અને JD(S) પાસે અનુક્રમે 80 અને 37 બેઠકો હતી. જો કે પછીના દિવસોમાં ભાજપને વિધાનસભામાં બહુમતી મળી, કારણ કે ઘણા કોંગ્રેસ અને જેડી(એસ) ધારાસભ્યોએ ભગવા પાર્ટી જોઈન કરી લીધી હતી. 

ઉમેદવારોની પસંદગી માટેની પાર્ટીની પ્રક્રિયાના ભાગ રૂપે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક અંગેના એક પ્રશ્નના જવાબમાં શિવકુમારે કહ્યું, "આજે એક બેઠક પણ છે, અમે લગભગ 75 ટકા પ્રક્રિયા પૂર્ણ કરવાના તબક્કે પહોંચી ગયા છીએ, આજે અમે તેને પૂર્ણ કરીશું. 

આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More