Home> India
Advertisement
Prev
Next

Modi Cabinet Portfolio: મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ, આજે થઇ જશે ફાઇનલ

Modi Cabinet Portfolio: પીએમ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજીવાર NDA સરકાર બની રહી છે. ગત બે કાર્યકાળમાં પૂર્ણ બહુમતની સરકારનું નેતૃત્વ કરનાર પીએમ મોદી આ વખતે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહી છે. ત્રીજી ઇનિંગમાં મોદી સરકારનું સૌથી મોટું મંત્રીમંડળ બન્યું છે. આજે સાંજે 5 વાગે મોદી સરકારની પહેલી કેબિનેટ મીટિંગ થશે. 

Modi Cabinet Portfolio: મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ, આજે થઇ જશે ફાઇનલ

Modi Government Cabinet Ministers Portfolio: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મૂને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે સાથે સરકારમાં સામેલ મંત્રીઓને શપથ અપાવી. પીએમ મોદીના નેતૃત્વમાં NDA વર્ષ 2014 અને 2019 બાદ સતત ત્રીજીવાર ચૂંટણી જીતી છે. શપથ ગ્રહણ બાદ હવે તમામની નજર તેના પર છે કે કયા મંત્રીને કઇ જવાબદારી સોંપવામાં આવે છે. 

પીએમ મોદીની ત્રીજી ઇનિંગમાં સરકારની સૌથી મોટી કેબિનેટની રચના કરવામાં આવી છે, જેની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગ્યે છે. કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટની આ પહેલી બેઠક બાદ તમામ મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. PM મોદીની કેબિનેટમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓ છે. 24 રાજ્યોના સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. 71 સભ્યોની ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનું સંતુલન બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

PM & MPs Salary: કેટલો મળશે PM ને પગાર, સાંસદો અને મંત્રીઓને કઇ-કઇ મળે છે સુવિધાઓ?
PM Modi Oath Ceremony: 36 વર્ષના નાયડૂ, 78 ના માંઝી...આ રહી મોદી 3.0 કેબિનેટની યાદી

આંધ્ર પ્રદેશની શ્રીકાલુલમ સીટ પરથી ત્રીજીવાર ચૂંટાયેલા રામ મોહન નાયડૂ 36 વર્ષની ઉંમરમં આ કેબિનેટના સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી છે, તો 79 વર્ષના જીતન રામ માંઝી સૌથી મોટી ઉંમરના મંત્રી છે. પીએમ મોદીની કેબિનેટમાં 27 OBC, 10 SC, 5 ST અને 5 લઘુમતીઓને સ્થાન મળ્યું છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના તમામ સહયોગીઓને પણ નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અગાઉની સરકારનો ભાગ રહેલા વરિષ્ઠ નેતાઓના અનુભવો પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમને કેબિનેટમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપવામાં આવી છે.

Tataએ કર્યો કમાલ: રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, જોવા મળ્યો Reliacneનો જાદૂ
માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત

મોદી કેબિનેટના બે ખાસ ચહેરા
પીએમ મોદી બાદ ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને કેબિનેટ મંત્રીના રૂપમાં પદ અને ગોપનીયતાના શપથ લીધી. 73 વર્ષના રાજનાથ સિંહ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ગૃહમંત્રી અને બીજા કાર્યકાળમાં રક્ષા મંત્રીના રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે. પીએમ મોદી અને રાજનાથ સિંહ બાદ અમિત શાહે કેબિનેટ મંત્રીના શપથ લીધા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિત શાહ ગૃહ અને સહકારિતા મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. 59 વર્ષના અમિત શાહ પાર્ટીના કદાવર નેતા અને ખાસ રણનિતીકાર ગણવામાં આવે છે. અમિત શાહ આ વખતે ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટ પરથી લગભગ સાત લાખ વોટોથી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા છે. 

Stocks to BUY: માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

મોદી કેબિનેટમાં આ મહિલાઓને મળ્યું સ્થાન
પીએમ મોદીના બીજા કાર્યકાળ 2.0 માં નાણામંત્રી રહી ચૂકેલા નિર્મલા સીતારમણ પર પીએમ મોદીએ ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે. સીતારમણ ઉપરાંત ઝારખંડના કોડરમાથી સાંસદ અન્નાપૂર્ણા દેવી, યૂપીના મિર્ઝાપુરથી સાંસદ અનુપ્રિયા પટેલ અને કર્ણાટકની બેંગલુરૂ નોર્થ સીટ પરથી સાંસદ શોભા કરંદલાજેને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પહેલીવર મંત્રી બનનાર મહિલા નેતાઓમાં 37 વર્ષની રક્ષા નિખિલ ખડસે, સાવિત્રી ઠાકુર અને નિમૂબેન બાંભણિયનું નામ સામેલ છે. 

ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More