Home> India
Advertisement
Prev
Next

Monsoon Forecast : 1 જૂનથી કેરલમાં સક્રિય થઈ શકે છે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન

હવામાન વિભાગ તરફથી જારી બુલેટિનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન માલદીપ-કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગ, દક્ષિણ બંગાળની ખાડીને કેટલોક ભાગ અને અંડમાન સાગર તથા અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના બાકીના ભાગમાં આગળ વધ્યું છે. 

Monsoon Forecast : 1 જૂનથી કેરલમાં સક્રિય થઈ શકે છે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન

નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ અને તેની સાથે સંકળાયેલા વિસ્તાર પૂર્વી-મધ્ય અરબ સારહની ઉપર 31 મેથી 4 જૂન દરમિયાન એક ઓછા દબાવનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કહ્યુ કે, આ સ્થિતિ દર્શાવે છે કે કેરલમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત 1 જૂનથી થી શકે છે. તો ભારતીય હવામાન વિભાગ  (Indian Meteorological Department, IMD)એ કહ્યું કે, કેરલમાં એક જૂનથી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 

મોનસૂન માટે પરિસ્થિતિઓ અનુકૂળ
હવામાન વિભાગ તરફથી જારી બુલેટિનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન માલદીપ-કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગ, દક્ષિણ બંગાળની ખાડીને કેટલોક ભાગ અને અંડમાન સાગર તથા અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના બાકીના ભાગમાં આગળ વધ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધતું જશે કારણ કે આગામી 8 કલાક દરમિયાન માલદીવ-કોમોરિન ક્ષેત્રના કેટલાક અન્ય ભાગમાં તેના માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. આ કેરલમાં ચોમાસુ દાખલ ખવા અને વરસાદની સિઝનની શરૂઆત માટે શુભ સંકેત છે. 

સક્રિય થઈ રહ્યો છે વધુ એક પશ્ચિમી વિક્ષોભ
મહત્વનું છે કે જ્યારે ચોમાસુ ઉત્તર તરફ આગળ વદે છે તો આકરા તાપ અને ગરમીથી રાહત મળે છે. તો વરસાદની સ્થિતિ જણાવનાર એક ખાનગી એજન્સી સ્કાઇમેટ વેધરે કહ્યું કે, ઉત્તર ભારત તરફથી પણ એક પશ્ચિમી વિક્ષોભ આવવાનો છે જે ઉત્તરી અફઘાનિસ્તાન અને આસપાસના ભાગો પર રહેલો છે. આ નવો પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓને વધારશે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદે અને દિલ્હીમાં કેટલિક જગ્યાએ ધુળની ડમરી, અંધારૂ અને વિજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે. 

દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન

આ ક્ષેત્રોમાં ભારે વરસાદની આગાહી
સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે કેરલ, દક્ષિણી-આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગમાં પ્રી-મોનસૂન વરસાદ યથાવત રહેશે. તો અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદીપ પર ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દેશના બીજા ભાગમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો રાજસ્થાન, મદ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંતરિક મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં લૂના પ્રકોપની સાથે હવામાન શુષ્ક રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More