Home> India
Advertisement
Prev
Next

જલદી જ દૂર થશે પરેશાની, જર્મનીથી ભારત આવી રહ્યા છે 23 મોબાઇલ Oxygen પ્લાન્ટ

રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબૂ (A. Bharat Bhushan Babu) એ શુક્રવારે જાણકારે આપતાં જણાવ્યું કે દરેક મોબાઇલ પ્લાન્ટની ક્ષમતા 40 લીટર ઓક્સીજન પ્રતિ મિનિટ અને 2400 લીટર ઓક્સિજન પ્રતિ કલાક ઉત્પાદન કરવાની છે.

જલદી જ દૂર થશે પરેશાની, જર્મનીથી ભારત આવી રહ્યા છે 23 મોબાઇલ Oxygen પ્લાન્ટ

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધતા જતા કોરોના (Coronavirus) દર્દીઓના આંકડા અને ઓક્સીજન (Oxygen) ની અછતને જોતાં રક્ષા મંત્રાલયએ જર્મનીથી 23 મોબાઇલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ (Mobile Oxygen Generation Plant) હવાઇ જહાજ દ્વારા મંગાવવાનો નિર્ણય કર્યો છે. 

1 કલાકમાં બનશે 2400 લીટર ઓક્સીજન
રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબૂ (A. Bharat Bhushan Babu) એ શુક્રવારે જાણકારે આપતાં જણાવ્યું કે દરેક મોબાઇલ પ્લાન્ટની ક્ષમતા 40 લીટર ઓક્સીજન પ્રતિ મિનિટ અને 2400 લીટર ઓક્સિજન પ્રતિ કલાક ઉત્પાદન કરવાની છે. આ પ્લાન્ટની સ્થાપના કોવિડ 19 દર્દીઓના સારવાર આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસ (AFMS) ની હોસ્પિટલોમાં કરવામાં આવશે.

લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

4 દિવસ પહેલાં રાજનાથ સિંહએ કરી જાહેરાત
મંત્રાલયનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે 4 દિવસ પહેલાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Sing)એ મહામારીના ધ્યાનમાં રાખતાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવાના ઉદ્દેશ્યથી જરૂરી ખરીદ માટે ત્રણ સેવાઓ અને અન્ય રક્ષા એજન્સીઓને ઇમરજન્સી ફાઇનાન્શિયલ ઓફિસર પ્રદાન કરવાની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More