Home> India
Advertisement
Prev
Next

Bengal: ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં 9 લોકોની હત્યા, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ઠેર-ઠેર હિંસા જોવા મળી રહી છે. ભાજપની ઓફિસો સળગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. 
 

Bengal: ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં 9 લોકોની હત્યા, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસાની ઘટનાઓ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, સરકાર વિપક્ષી દળોના કાર્યકર્તાઓ પર થયેલા હુમલાની જાણકારી આપે. બંગાળમાં ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ અનેક જગ્યાએથી હિંસાની વાત સામે આવી છે. 

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે, ચૂંટણી બાદ બંગાળમાં શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. પ્રદેશમાં ભયનું વાતાવરણ છે. સત્તાધારી પાર્ટી ટીએમસી હાથ બાંધીને બેઠી છે. પોલીસ નિષ્ક્રિય છે. અમે રાજ્યપાલ પાસે વિનંતી કરવા આવ્યા છીએ. તેમણે અમારી વિનંતી સ્વીકારી અને આશ્વાસન આપ્યુ છે. 

તો પ્રચંડ જીત હાસિલ કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હિંસાના સમાચારો વચ્ચે બધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યા કે કેન્દ્રીય દળોએ ચૂંટણી દરમિયાન ટીએમસી સમર્થકો પર અત્યાચાર કર્યા છે. 

Corona: ભારતમાં કોવિડથી મૃત્યુદર 1.10 ટકા, ગૃહ મંત્રાલયનો દાવો- દેશમાં પૂરતો ઓક્સિજન ઉપલબ્ધ

તેમણે કહ્યું, પરિણામ જાહેર થયા બાદ પણ ભાજપે કેટલાક વિસ્તારમાં અમારા સમર્થકો પર હુમલો કર્યો પરંતુ અમે અમારા લોકોને કોઈની ઉશ્કેરણીમાં ન આપવાની અપીલ કરી અને પોલીસને સૂચના આપવા માટે કહ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ઐતિહાસિક જીત મેળવી છે. કુલ 292 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ 213 સીટ પર જીત હાસિલ કીર છે. તો ભાજપને 77 બેઠકો મળી છે. બે સીટો અન્યના ખાતામાં ગઈ છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More