Home> India
Advertisement
Prev
Next

રાજીવ ગાંધીને ગૃહમંત્રી મળવા આવ્યા, પરંતુ PMએ સેક્રેટરીને બેસી રહેવા જણાવ્યું

આ કિસ્સો પૂર્વ કેબિનેટ સચિવ બીજી દેશમુખ અંગેનો છે, જેમાં ગૃહમંત્રીને આદર આપવા ઉભા થયેલા સેક્રેટરીને બેસી રહેવા જણાવ્યું

રાજીવ ગાંધીને ગૃહમંત્રી મળવા આવ્યા, પરંતુ PMએ સેક્રેટરીને બેસી રહેવા જણાવ્યું

નવી દિલ્હી :  ઘણા સેવાનિવૃત અધિકારીઓનાં સેવાકાળના અનુભવોના સંકલન તરીકે આવેલા પુસ્તક મેમરી ક્લાઉ ક્લાઉડ્સમાં ઘણા રોચક કિસ્સાઓ સામે આવ્યા છે. આ કડીમાં એક કિસ્સો પૂર્વ કેબિનેટ સચિવ બીજી દેશમુખ સાથે જોડાયેલો છે. કેબિનેટ સચિવની હેસિયતતી દેશમુખે જ્યારે નવી દિલ્હીનાં 7, રેસકોર્સ રોડમાં યોજાયેલી પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં હિસ્સો લીધો તો તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન પદ પર હતા. 

બીજી દેશમુખે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, હું તેમનો (વડાપ્રધાન) ડાબી તરફ બેઠેલો હતો કે ત્યારે ગૃહમંત્રી બૂટા સિંહ આવ્યા અને હું મારી ખુરશી પરથી ઉભો થઇ ગયો જેથી તેઓ બેસી શકે. પરંતુ રાજીવ ગાંધીએ તુરંત જ મને કહ્યું કે તમે બેસી રહો. તેમણે આગળ જણાવ્યું કે, રાજીવ ગાંધીએ કહ્યું કે, કેબિનેટ સચિવ હંમેશા વડાપ્રધાનની નજીક બેઠેલા છે. આ ઘટનાથી દેશમુખ ઘણા સહજ થઇ ગયા. 
fallbacks
ત્યાર બાદ એક અન્ય કેબિનેટ બેઠકમાં તેમણે તત્કાલીન નાગરિક પુરવઠ્ઠા મંત્રી એચકેએલ ભગતની ટિપ્પણીથી અસંમતી વ્યક્ત કરતા એક ટીપ્પણી કરી દીધી. દેશમુખ ભગતે કહ્યું કે, ખુલા બજારમાં એક ખાસ કિંમત પર પ્રચુર માત્રામાં ખાંડ ઉપલબ્ધ છે. પરંતુ મે કહ્યું (દિલ્હીમાં) એક દુકાન ઉપરાંત ખાન ક્યાંય પણ નથી મળી રહી અને કિંમત પણ ભગતની તરફથી જણાવેલી કિંમત કરતા પણ ઘણી વધારે છે. 

આરકે ધવને કર્યો હતો ઇંદિરા ગાંધીના નિર્ણયનો વિરોધ
કોંગ્રેસના દિવંગત નેતા આરકે ધવનનો એમ તો લોકો પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના ખુબ જ ભરોસાપાત્ર સહાયક અને ઇમરજન્સી દરમિયાન સરકારી ફરમાનોને લાગુ કરાવનારા આગેવાન તરીકે ઓળખાય છે, પરંતુ એવો સમય પણ આવ્યો જ્યારે ધવન ઇંદિરાને એક નિર્ણયનાં વિરોધમાં ઉતર્યા હતા. તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધી જ્યારે પોતાનાં અંગત સચિવના પદથી રિટાયર્ડ થયેલા એસકે મિશ્રાને ભારતીય પર્યટન વિકાસ નિગમના પ્રમુખ બનાવવા માંગતા હતા તો ધવને આ પગલાનો વિરોધ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More